________________ બૌદ્ધ ધર્મ 117 સ્થૂળ આલંબન જોઈએ જ છે એટલે સ્વયંભૂ રીતે જ બુદ્ધના નિર્વાણ પછી સૂપરચના અને તીર્થયાત્રાની પ્રવૃત્તિ ઉદ્ભવતી હશે. આમ ભક્તિની સામગ્રીમાં મહત્ત્વનો ઉમેરો થયો. વળી, વખત જતાં બુદ્ધના જીવનચરિતમાં ચમત્કારની અનેક વાતો જોડાઈ અને બુદ્ધના પૂર્વજન્મોની કથાઓ (જાતકકથાઓ) લખાઈ. તેમણે બુદ્ધિભક્તિમાં ઉમેરો કર્યો. જાતકોની કથાઓ શિલ્પમાં કંડારવાનું શરૂ થયું. પરંતુ બુદ્ધની મૂર્તિ બની નહિ. બુદ્ધની મૂર્તિની નહિ પરંતુ અમુક પ્રતીકો-ધર્મચક્ર, બોધિવૃક્ષ, સૂપ, ઉષ્ણીષ, ભિક્ષાપાત્ર વગેરેની પૂજા અસ્તિત્વમાં આવી. 29 આમ, બુદ્ધશરણ, બુદ્ધાનુસ્મૃતિ, તીર્થયાત્રા, સૂપનિર્માણ, ચમત્કારો, પ્રતીકપૂજા અને જાતકોએ પ્રાચીન બૌદ્ધ ધર્મમાં એક પ્રકારની ભક્તિને આકાર આપ્યો. આ બધું છતાં બુદ્ધ એક માનવ હતા એ વાત ભૂલવામાં ન આવી. બુદ્ધ કોઈ અલૌકિક વ્યક્તિ ન હતા. પરંતુ વખત જતાં એક મહાન પરિવર્તન થયું. બુદ્ધને માનવ મિટાવી અલૌકિક બનાવી દેવાયા. તેમનો જન્મ વગર બધું અલૌકિક ગણાવા લાગ્યું. તેમની માતા કુંવારી મનાઈ. તેમનું શરીર રોગ વગેરે દોષોથી મુક્ત મનાયું.એવું પણ મનાયું કે બુદ્ધે જન્મ લધો જ નથી, તે તો સદાકાળ દિવ્યલોકમાં જ છે. તેમણે કેવળ પોતાની માયિક પ્રતિકૃતિ જ આ જગતમાં મોકલી હતી અને આ માયિક પ્રતિકૃતિએ જ ઉપદેશ આપ્યો હતો. ખરા બુદ્ધ કદી નિર્વાણ પામતા જ નથી પરંતુ સદાય વિવિધ ઉપાયો યોજી લોકોના ઉદ્ધાર કરે છે. ભક્તિને માટે અત્યંત આવશ્યક વસ્તુ અલૌકિક ઈષ્ટદેવ છે. બુદ્ધ અલૌકિક બની ગયા હતા. વળી, બુદ્ધના દેહને નિર્દોષ માનતાં બુદ્ધની મૂર્તિના અવિષ્કારનો માર્ગ મોકળો બન્યો અને વખત જતાં બુદ્ધમૂર્તિ બની. બુદ્ધને અલૌકિક માનતાં જ બુદ્ધકૃપાની માન્યતા દાખલ થઈ. બુદ્ધની કરુણા હવે કર્મસિદ્ધાંતને પણ ગણકારતી નથી. હવે બુદ્ધનો કેવળ જાપ કરનારને યા બુદ્ધનું સ્મરણ કરનારને બુદ્ધ પોતે તારે છે. બુદ્ધ તારણહાર બની ગયા. ધર્મમાર્ગ ચીંધવામાં જ કરુણાનું પર્યવસાન નથી. કરુણાનું કામ તો દુઃખીઓનાં દુઃખો દૂર કરવાનું અને પાપીઓનાં પાપો હરવાનું છે. બુદ્ધ ત્રાતાની જેમ કહે છે, “હું જગતનો પિતા છું, મારા દ્વારા જ બધું પ્રવૃત્ત થયું છે, મારામાં મન લગાવો, મારે શરણે આવો, મારું નામ જપો, મને પ્રણામ કરો, હું તમને મુક્તિ દઈશ.” બુદ્ધે પોતાના ભક્તો અને શરણાગતોના યોગક્ષેમનો ભાર લઈ લીધો. પોતાની મેળે સ્વપ્રયત્નથી વિમુક્તિ પ્રાપ્ત કરવાનો જે ધર્મ હતો તે હવે રહ્યો નહિ “બુદ્ધની કરુણાની પ્રાર્થના જેટલી વધારે થાય તેટલી કરવી જોઈએ. આપણે એમની સહાયથી, એમની શક્તિથી જ લક્ષ્યને પ્રાપ્ત કરી શકીએ છીએ. આપણી પોતાની શક્તિથી આપણે લક્ષ્યને પ્રાપ્ત કરવા અસમર્થ છીએ - આપણે ભલેને ગમે તેટલા પ્રયત્ન કરીએ' - આવો ઉપદેશ થવા લાગ્યો. આમ હવે ભક્તિભાવનામાં માનવીય પુરુષાર્થ ઉપર ભાગવતી કૃપાની, બુદ્ધની કરુણાની સ્થાપના થઈ. સામાન્ય જનોને કઠોર સાધનાનો માર્ગ આકર્ષક નથી લાગતો. તેમને તો આત્મસમર્પણ કરી