________________ 106 જગતના વિદ્યમાન ધર્મો આ કહ્યું, પરંતુ તમે તેનો સ્વીકાર કેવળ પરંપરાગત છે માટે ન કરશો. કેવળ તમારા ધર્મગ્રંથને અનુકૂળ છે માટે ન કરશો, કેવળ તેનો કહેનારો તમારો પૂજ્ય છે માટે ન કરશો, કેવળ તમને ગમે છે માટે ન કરશો, પરંતુ જો તમે તેને કલ્યાણકર અને નિર્દોષ સમજતા હો અને તેને ગ્રહણ કરવાથી સૌનું કલ્યાણ અને કુશળ થશે એમ તમને ખરેખર ખાતરી થાય તો જ તમે તેને સ્વીકારજો.” આવી મહાન વિભૂતિનું 80 વર્ષની વયે રક્તાતિસારના રોગથી કુશીનગરમાં અવસાન થયું. 3. શાસ્ત્રો અને ઉપદેશઃ સંબોધિની પ્રાપ્તિ થી માંડી મૃત્યુપર્યત બુદ્ધે આપેલા ઉપદેશનો સંગ્રહ ત્રિપિટક ગ્રંથોમાં છે. ત્રણ પિટકો છે. વિનયપિટક, સુત્તપિચક અને અભિધમ્મપિટક. વિનયપિટકમાં બુદ્ધ ભિક્ષુ-ભિક્ષાણીઓના આચારના નિયમો વિશે જે ઉપદેશ આપેલો તેનું સંકલન કરવામાં આવ્યું છે. સુત્તપિટકમાં બુદ્ધનો ધર્મ ઉપર આપેલો ઉપદેશ સંકલિત કરવામાં આવ્યો છે. અભિધમ્મપિટકમાં બૌદ્ધ તત્વજ્ઞાનનું નિરૂપણ છે. આ ત્રિપિટકોની ભાષા પાલિ છે. પાલિ ભાષા બુદ્ધના તે જમાનાના વિહારક્ષેત્રની લોકભાષાનું જ એક રૂપાંતર છે. બુદ્ધનો ઉપદેશ સૌને માટે હતો. મનુષ્ય મનુષ્ય વચ્ચેનો ભેદભાવ તેમને સ્વીકાર્ય ન હતો. જાતિભેદ તેમને કઠતો હતો. તેઓ કહેતા કે કીટકજાતિ, પશુજાતિ, મસ્યજાતિ, પક્ષીજાતિ વગેરે જાતિઓમાં જાતિભેદક લક્ષણો છે, પરંતુ મનુષ્યોની આપણે ઊભી કરેલી જાતિઓમાં જાતભેદક લક્ષણો નથી. મનુષ્યોનો જાતિભેદ વ્યર્થ છે. તેઓ કહેતા કે જન્મથી કોઈ ઊંચ નથી કે નીચ નથી, કર્મથી જ મનુષ્ય ઊંચ કે નીચ બને છે; તપ, સંયમ, બ્રહ્મચર્ય અને દમથી જ મનુષ્ય બ્રાહ્મણ બને છે; જટાથી, ગોત્રથી કે જન્મથી તે બ્રાહ્મણ બનતો નથી. બુદ્ધ વ્યવહારુ હતા. તેઓ મિથ્યા તાત્વિક ચર્ચાઓથી અળગા રહેવાનું પસંદ કરતા. એકવાર એમના શિષ્ય માલુક્યપુત્રે નક્કી કર્યું કે બુદ્ધને પૂછવું કે જગત નિત્ય છે કે અનિત્ય. દેહ અને આત્મા ભિન્ન છે કે અભિન્ન, તથાગત બુદ્ધને પુનર્જન્મ છે કે નહિ, વગેરે; બુદ્ધ પાસેથી “હા” કે “ના'માં જવાબ મેળવવો; અને જો એવો જવાબ બુદ્ધ ન આપે તો તેમની આધ્યાત્મિક નેતાગીરી પોતે ફગાવી દેવી. તે બુદ્ધ પાસે ગયો. બુદ્ધે તેને મનનીય ઉત્તર આપ્યો. “હે માલ્યપુત્ર! એક માણસને ઝેર પાયેલું બાણ વાગ્યું હોય અને વૈદ્ય તેનું બાણ ખેંચી કાઢી ઉપચાર કરવા આવે ત્યારે શું વૈધને તે એમ કહેશે કે પહેલા તમે મને કહો કે આ બાણ કોણે માર્યું; તે બ્રાહ્મણ હતો , ક્ષત્રિય હતો, વૈશ્ય હતો કે શુદ્ર હતો; તે ઠીંગણો હતો કે ઊંચો; તે કાળો હતો કે ગોરો; તે આ ગામનો હતો કે પરગામનો; બાણની પુખ સમડીનાં પીંછાની છે કે બાજના; ધનુષ્ય કેવી જાતનું હતું; તેની દોરી શેની બનાવેલી હતી; આ બધા પ્રશ્નોના ઉત્તર આપો તે પછી જ હું તમને આ મને અત્યંત પીડા કરનાર બાણ કાઢવા