________________ જૈન ધર્મ 99 પાંજરાપોળની યોજના અનેક શહેરોમાં જૈનોએ કરી છે અને જીવનવ્યવહારમાં માંસમદિરા-શિકાર આદિનો ત્યાગ એ જૈન જીવનનું અનિવાર્ય અંગ બની ગયું છે અને તેની અસર અન્ય ધર્મના અનુયાયી ઉપર પણ જોઈ શકાય છે. ભારતમાં જ્યાં પણ જૈનોની વસ્તી વધારે છે ત્યાં શાકાહારનો પ્રસાર વિશેષરૂપે જોઈ શકાય છે. આમ, જીવનમાં બને તેટલી અહિંસા ભાવનાને અનુસરવાનો જૈનોનો પ્રયત્ન રહ્યો છે. અકબર-જહાંગીર જેવા મુસલમાન બાદશાહ પાસેથી પણ જૈન પર્વોના દિવસો માટે અમારિ ઘોષણા (હિંસા કરશો મા એવી ઘોષણા) પોતાના ત્યાગી જીવનના પ્રભાવથી હીર વિજયજી જેવા જૈન આચાર્યો કરાવી શક્યા છે. 27 9. વૈરાગ્યભાવના : જૈન શ્રાવકો-ઉપાસકોને જે ઉપદેશ આપવામાં આવે છે તેમાં સર્વસ્વનો ત્યાગ કરી શ્રવણજીવન સ્વીકારવાનો જ ઉપદેશ મુખ્યરૂપે હોય છે. ત્યાગની પૂર્વભૂમિકા વૈરાગ્ય છે. એટલે કે સંસારની પ્રત્યેક વસ્તુમાં ક્રમે કરી આસક્તિ ઓછી કરી અંતે બધું જ છોડી દેવું એ અંતિમ ધ્યેય છે. આથી શ્રાવકને માટે પરિગ્રહના પરિમણનું વ્રત છે. એટલે કે તેણે નિયમ કરવો જરૂરી છે કે તે પોતે સ્વીકારેલી અમુક મર્યાદાથી વધારે પરિગ્રહ કરશે નહિ. અહિંસાના પાલન માટે નિયમ કરવો પડે છે કે તે અપરાધી સિવાયના કોઈ પણ ત્રસ જીવની હિંસા કરશે નહિ. નિરર્થક યાત્રાઓ કરશે નહિ, તેની મર્યાદામાં કરશે. પોતાના પરિવાર સિવાયના સંબંધીનાં લગ્નો યોજી આપશે નહિ. વ્યાપારમાં ખોટાં-તોલમાપનો પ્રયોગ કરશે નહિ અને જ્યારે તેને લાગે કે હવે કુટુંબમાં પુત્રો વગેરે વ્યવહાર સંભાળી શકે તેવા થયા છે ત્યારે ક્રમે કરી ગૃહસ્થજીવનની જવાબદારીઓ ઓછી કરી શ્રવણજીવન સ્વીકારવાની પૂર્વતૈયારી કરશે. શ્રમણજીવનમાં તો તેણે પૂર્ણત્યાગી થવાનું હોય છે. શ્રમણ માટે તૈયાર થયેલ ભોજન પણ તે સ્વીકારી શક્તો નથી. બીજા માટે બનેલ ભોજનમાંથી જ પોતાનો આહાર શ્રમણ સ્વીકારી શકે છે. પોતાનું કહી શકાય તેવું તેનું કશું જ નથી હોતું. આમ તે સર્વસ્વના ત્યાગી હોય છે. ભોજન પણ લૂખુંચૂકું જ તે લઈ શકે છે. શરીરની પૃષ્ટિ માટે આહાર નહિ પણ ધર્મકરણી અર્થે શરીર ટકી રહે તેટલા પૂરતો જ આહાર લઈ શકે છે અને પોતાનું જીવન સ્વાધ્યાય અને ધ્યાનમાં વિતાવી અંતે સમાધિમરણને પામે છે. જૈન દીક્ષા માટે ઉપર જણાવ્યા પ્રમાણે ક્રમ છે એટલે કે પ્રથમ ગૃહસ્થાશ્રમી થઈ પછી દીક્ષા, પરંતુ ગૃહસ્થાશ્રમનો સ્વીકાર સૈદ્ધાંતિક નથી. જેને ઉત્કટ ત્યાગ વૈરાગ્યભાવના જાગી હોય તે ગૃહસ્થધર્મ સ્વીકાર્યા વિના પણ યુવાવસ્થામાં જૈન શ્રમણની દીક્ષા લઈ શકે છે. આમ જૈન ધર્મ તે એકાશ્રમી ધર્મ પણ કહેવાય છે. 10. ઉપસંહાર : જૈન ધર્મ વિશે સંક્ષેપમાં જે અહીં ચર્ચા કરવામાં આવી છે તે ઉપરથી સ્પષ્ટ થાય છે કે જૈન ધર્મ વિશેષ ભાર નીતિધર્મ ઉપર આપ્યો છે, પણ એ માત્ર લૌકિક નીતિ ધર્મ નથી, પરંતુ આધ્યાત્મિક ધર્મ પણ છે, કારણ કે તેમાં