________________ જૈન ધર્મ 97 બ્રહ્મચર્યથી બ્રાહ્મણ જ્ઞાનથી મુનિ અને તપસ્યાથી તાપસ થવાય છે. 24 તે કાળે કર્મકાંડની બોલબાલા હતી યજ્ઞોમાં પશુહિંસા થતી હતી, તેનું નિવારણ કરી તેને સ્થાને મહાવીરે આધ્યાત્મિક યજ્ઞો કરવાનો ઉપદેશ આપ્યો. યજ્ઞો કરવા જ હોય તો તપસ્યાની જ્યોતિ જલાવો, એ જ્યોતિનું સ્થાન સ્વયં તમારા આત્માને માનો, કડછીનું સ્થાન મન-વચન-કાયના વિશુદ્ધ યોગ-પ્રવૃત્તિને આપો, અને તેમાં ઇધનને બદલે પોતાનાં પાપકર્મોની આહુતિ આપો - આ પ્રકારનો યજ્ઞ જ ઋષિઓ માટે પ્રશસ્ત યજ્ઞ છે. 25 બાહ્ય આચરણમાં લોકો ધર્મ માનતા થઈ ગયા હતા, તેથી આંતરિક મળત્યાગને બદલે બાહ્ય શૌચ-શારીરિક મળત્યાગનું મહત્ત્વ વધી ગયું હતું અને તેથી તીર્થસ્થાનનું પણ તે કારણ મહત્ત્વ વધ્યું હતું. આને સ્થાને મહાવીરે પારમાર્થિક ધર્મનો, પારમાર્થિક શૌચનો ઉપદેશ આપ્યો અને કહ્યું કે ધર્મ જ ખરું જળાશય છે અને બ્રહ્મચર્ય જ શાંતિદાયક તીર્થ છે. એમાં સ્નાન કરવાથી આત્મા નિર્મળ અને શાંત થાય છે. વળી સ્નાન કરવાથી જો મુક્તિ મળતી હોય તો જલચર પ્રાણીઓ જે સદેવ સ્નાન કરી રહ્યાં છે તે બધાંને શીધ્ર મોક્ષ મળી જાય.૨૬ 8. ભક્તિભાવના અને તેનો આવિર્ભાવ H જૈન ધર્મ એ આત્મધર્મ છે, સ્વપુરુષાર્થપ્રધાન ધર્મ છે. સ્વયં મહાવીરનું જીવન અને તેમની સાધનાનો વિચાર કરીએ છીએ ત્યારે જણાય છે કે તેમણે તપસ્યા કરી છે અને ધ્યાનમાં મગ્ન રહ્યા છે. અન્ય કોઈની પૂજા, ઉપાસના કે ભક્તિ કરી હોય તેવો કોઈ ઉલ્લેખ તેમના જીવનમાં નથી, પણ પછીથી તીર્થંકરની પૂજાભક્તિ જૈન ધર્મના અનુયાયીઓએ શરૂ કરી છે. આમાં સર્વપ્રથમ પાંચ પરમેષ્ઠિને નમસ્કારની ક્રિયાથી ભક્તિમાર્ગને અવકાશ મળ્યો અને પછી તો ચોવીસ તીર્થંકરોની વંદના સ્તુતિ, પૂજા, ભક્તિ આદિ ક્રિયાઓ શરૂ થઈ. પાંચ પરમેષ્ઠિનો જે નમસ્કારમંત્ર છે તે છે : નમો અરિહંતાણં, નમો સિદ્ધાંણે, નમો આયરિયાણં, નમો ઉવજઝુયાણ, નમો લોએ સવ્વસાહૂણં. આ નમસ્કારમંત્રનો પાઠ બધા જ જૈનો કરે છે અને તેનું પ્રયોજન છે તેમના ગુણોની પ્રાપ્તિ એટલે કે તીર્થંકર આદિમાં જે ગુણો છે તે સૌ પોતામાં પણ આવે એ ઉદ્દેશથી આ નમસ્કારમંત્રનો પાઠ કરવામાં આવે છે. આ નમસ્કારમંત્રમાં સર્વપ્રથમ સ્થાન અરિહંત એટલે કે તીર્થકરને આપવામાં આવ્યું છે, કારણ કે તેઓ જ ધર્મનું યથાર્થ સ્વરૂપ જીવોને સમજાવે છે એટલે તેઓ આસન્ન ઉપકારી છે અને પરમગુરૂ પણ છે. જીવનું ધ્યેય સિદ્ધ થવાનું છે એટલે તે મુક્ત થવાનું છે એટલે તેનો આદર્શ સિદ્ધ છે. આથી અરિહંત પછી સિદ્ધોને નમસ્કાર કરવામાં આવે છે. વસ્તુતઃ પરમગુરુ તો તીર્થકરો જ છે. કારણ કે મોક્ષ માર્ગનો ઉપદેશ તેમણે જ આપ્યો છે. પરંતુ સદૈવ તેમની હયાતી આ સંસારમાં આપણી વચ્ચે હોતી નથી એટલે તેમના ઉપદેશને અનુસરીને જેમણે ગૃહત્યાગ કરી જૈન દીક્ષા લીધી છે અને શ્રમણ