________________ . [4] પ્રજ્ઞાવંત આચાર્યોએ તેના ઉપર ટીકા-ભાષાદિ સ્વરૂપે વિસ્તારથી સરળ ગ્રન્થો રચ્યા છે તે જ પ્રકારે જ્ઞાનસાર ગ્રન્થ શ્રી યશોવિજ્યજી ઉપાધ્યાયે 32 મહા ગહન વિષયો ઉપર સંસ્કૃત ભાષામાં આઠ આઠ શ્લોકના અષ્ટક લખ્યા છે તેનો ભાષા (ટબો) પોતે જાની (પોતાના સમયની). ગુજરાતીમાં લખ્યો છે. શ્રી દેવચંદ્રજી મહારાજે તે જ્ઞાનસાર ઉપર સંસ્કૃત ટીકા “જ્ઞાનમંજરી” નામે લખી છે. આ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસમાં આ જ્ઞાનસાર ગ્રન્થ (ટબા, જ્ઞાનમંજરી સંસ્કૃત ટીકા અને શ્રી ગંભીરવિજ્યજી કૃત ગુર્જર ભાવાનુવાદ સહ)નો સ્વાધ્યાય થતાં જ્ઞાનમંજરીમાં આવતી વૈરાગ્યયુક્ત અધ્યાત્મ ચર્ચા શ્રવણ થતાં કેટલાક મુમુક્ષુઓએ તે સંસ્કૃત ટીકા જ્ઞાનમંજરીનો ગુર્જર ભાષામાં અનુવાદ થાય તો સમજવું સરળ બને એવી ભાવના વ્યક્ત કરી. તે પ્રેરક કારણથી તેમજ મને પોતાને પણ આત્મવિચારણા અર્થે તે વિષયો વિચારવા યોગ્ય લાગવાથી સંસ્કૃતમાં મારી પોતાની કુશળતા નહીં હોવા છતાં એક તે વિષયની પ્રીતિથી પ્રેરાઈ યથાશક્તિ શ્રમ ( labour of love ) કરવા શરૂ કરેલ. સંસ્કૃતમાં તેમજ માગધી અવતરણોમાં ઘણી અશુદ્ધ જણાવાથી ગજા ઉપરાંતનું કામ જાણી થોડો વખત કામ બંધ પણ રાખ્યું હતું પરંતુ મિત્રોની મદદથી અને તેમના સદ્દભાવથી આખરે પૂર્ણ યથાશક્તિ થયું. શ્રી યશોવિજયજીનો સત્તાકાળ લગભગ સંવત 1680 થી સંવત 1743 સુધી ગણાય છે, અને શ્રીમાન દેવચંદ્રજી પણ તેઓશ્રીજીના લગભગ સમકાલીન છે. “શ્રી હરિભદ્રાદિ આચાર્યોએ નવીન યોજનાની પેઠે શ્રુતજ્ઞાનની ઉન્નતિ કરી દેખાય છે.” તેમાં સંસ્કૃત, માગધી અને ગુજરાતી તેમજ હિંદી ભાષાઓમાં શ્રી યશોવિજ્યજીની કૃતિઓ અનેક હોવાથી તેમને શ્રી હરિભદ્રસૂરિના લઘુબાંધવની ઉપમા અપાય છે. શ્રી યશોવિજ્યજીએ સિદ્ધપુરમાં આ ગ્રન્થ દિવાળીને દિવસે પૂર્ણ કર્યો છે એમ છેલ્લા અધિકારમાંના એક શ્લોકમાં પોતે લખે છે અને