________________ પ્રશસ્તિ 451 સ્વાદુવાદનાં રહસ્યોના જ્ઞાનથી અને પ્રાપ્ત ઉદયથી દેવચંદ્ર જ્ઞાન-અર્થે આ સુટીકા રચી. 17 સંવત્ ૧૭૬ના કાર્તિક સુદ પાંચમે નવ્યપુરમાં આ જ્ઞાનમંજરી જ્ઞાનપંચમીએ પૂર્ણ થઈ. 18 તેના વાચનથી, ભણવાથી, જે લાભ મને થયું છે, તેને લઈને હું અને ભવ્ય સંઘ ધર્મના સાધનારા થઈએ. 19 દુઃખેને નાશ કરનાર, જ્ઞાન અને આનંદના વિલાસથી ભરપૂર અને સર્વ સંપત્તિની વૃદ્ધિ કરનાર જિનરાજનું શાસન જયવંત વત. 20 વીર ભગવાન મંગલ સ્વરૂપ છે, ગૌતમ પ્રભુ મંગલ સ્વરૂપ છે, સ્થૂલિભદ્ર આદિ મુનિવરે મંગલ સ્વરૂપ છે અને જૈનધર્મ સર્વને મંગલરૂપ હે! 21 આ શાનસારની ટીકા “જ્ઞાનમંજરી' સંપૂર્ણ થઈ. - અકિલશ્રી દેવચંદ્રજી કૃત પ્રશસ્તિને અનુવાદ: (હરિગીત) નમું સ્વાદુવાદ સ્વરૂપ જે સર્વજ્ઞ ને વિતરાગ છે, દેવેન્દ્રગણ પણ પૂજતા જેને, અરિહન વીર તે, ગૌતમ થકી દેવદ્ધિ સુધીના જ્ઞાનવંત મુનિ ઘણા, તે વંશમાં શ્રી વર્ધમાન મુનિ થયા સૂરિ રવિ સમા. 1 સંવેગ રંગ સહિત ગ્રંથ તણા કહે અર્થે ફેંડા, સૂરિ જિનેશ્વર નામના સિદ્ધિ-વિધિ માંહીં ખડા