________________ 450 જ્ઞાનમંજરી પાટે અનુક્રમે જે આચાર્યો થયા તેમાં સૂર્ય સમાન જિનકુશળ સૂરિ મોટા થયા. 6 તેમના વંશમાં શ્રીમદ્ જિનચંદ્ર નામના સૂરિ, ગુણરૂપ રત્નની ખાણ સમાન, મહાભાગ્ય, કલિકાળરૂપ કાદવમાં કળી ગયેલા લોકોને ઉદ્ધારવામાં ધીર અને નવા સૂર્યનાં કિરણ સમાન પ્રતાપી થયા; તેમના શુદ્ધ ગુણોની ગણતરી ઇંદ્રો વડે પણ ગણી શકાઈ નથી. 7-8 તેમના શિષ્ય શ્રીમદ્ પુણ્યપ્રધાન પાઠક અને તેમના શિષ્ય સુમતિસાગર વિદ્યામાં કુશળ થયા. 9 તેમના શિષ્ય સાધુરંગ નામના અને રાજસાર પાઠક નામે થયા; તે સર્વ દર્શનેનાં શાસ્ત્રોના અર્થ તથા રહસ્ય દર્શાવવામાં તત્પર હતા. 10 તેમના શિષ્ય જ્ઞાનધર્મ પાઠક ઉત્તમ થયા, તે જૈન આગમના રહસ્યરૂપ અર્થ જણાવનાર ગુણનાયક હતા. 11 તેમના શિષ્ય દીપચંદ પાઠક થયા તે પિતાના શિષ્ય સહિત મહાપુણ્ય કાર્યો સાધવામાં તત્પર હતા. તેમણે શત્રુજય તીર્થ પર કુંથુનાથ ભગવાનના દેરાસરમાં સમવસરણમાં ઉત્તમ પ્રતિષ્ઠા કરી. 12-13 સમજિત કરેલી ચતુર્મુખજીની પૂર્ણતા કરી અને સિદ્ધાચલ પર્વત ઉપર ઘણાં બિબેની તેમણે પ્રતિષ્ઠા કરી. 14 સહસ્ત્રફણા પાર્શ્વનાથ આદિ અનેક બિંબની અને ચૈત્યેની પ્રતિષ્ઠા ધર્મવૃદ્ધિ અર્થે અમદાવાદમાં તેમણે કરી. 15 તેમના શિષ્ય પંડિત દેવચંદ્ર પિતાને બોધ થવા અર્થે આ સુગમ, શુદ્ધ, તરવધિની ટીકા લખી. 16