________________ ઉપસંહાર - 439 આવેગ (ત્વરા) સરખા તત્કાળ ફળવાળા કુવિચારે કરી મૂછ પામ્યું છે, વળી બીજાઓનું મન, દુખગર્ભિત તથા મેહ ગર્ભિત (કુ) વૈરાગ્યથી, હડકાયું કૂતરું જેને કરડ્યું હોય તેના જેવું, કાળાંતરે માટે વિપાક (ભૂંડું પરિણામ) આપે તેવું છે, વળી બીજા પણ કેટલાકનું મન અજ્ઞાન (અધ) રૂપ કૂવામાં પડ્યું છે, પરંતુ થોડા માણસનું મન તે વિકારના ભારથી રહિત જ્ઞાનસારના આશ્રયવાળું છે. અનુવાદ : વિષય-તાવે ફડફડે મન કેઈનું, વળી અન્યનું, વિષ–વેગ મિથ્યા ઉદયમાં કુતર્કથી વ્યાકુળ થતું; વૈરાગ્ય જૂઠે ઝૂઝતા કે, હડકવા હાલે ગણે, અજ્ઞાન કૂપે બહુ પડ્યા, શુચિ જ્ઞાનસારે કે જને. 14 જ્ઞાનમંજરી - આશ્ચર્ય છે કે કેટલાક જીવોનાં મન ઇંદ્રિયેની અભિલાષારૂપ તાવથી લેશિત થયાં છે; વળી કેટલાકનાં મન મિથ્યાત્વરૂપ વિષના આવેગાત્વરા)ને ઉદયે (કુતર્કથી) વ્યાકુળ થયા છે, બીજા જેનાં મન દુખગર્ભિત મેહગર્ભિત વૈરાગ્યથી હડકવા હાલ્યાં સમાન થયાં છે, વળી બીજા કુગુરુથી ઘેરવાયેલાનાં મન કુણાનરૂપ કૂવામાં પડ્યાં છે, વળી ઇન્દ્રિયના વિકારના ભારથી રહિત, પરમાત્મસ્વરૂપ(જ્ઞાનસાર)માં ડાકનાં જ મન વ્યાપેલાં છે. આ જગતમાં ખરેખર, કામવિકારથી ત્રાસ પામેલા, સ્વરૂપના ઉપગમાં ચિત્તને લય કરનારા શુદ્ધ સાધ્ય દૃષ્ટિવાળા પુરુષ થોડા જ છે. 14 ફરી ગ્રંથના અભ્યાસરૂપ ફળને દર્શાવે છે -