________________ 438 જ્ઞાનમંજરી મનહર ચમત્કાર પામેલા જીવને ભલા નિશ્ચયમતરૂપ સેંકડે દીવાઓ વડે ભાવ દિવાળીરૂપ મહોત્સવ નિત્ય હો ! અનુવાદ :- (હરિગીત) જે ઇંદ્રપુરને જીતવા ઈચ્છા કરે તેવા પુરે, દીપોત્સવી દિન સિદ્ધપુરે સિદ્ધિ ચિદપ ભાસુરે; નિશ્ચય મતે દપ સેંકડોથી ભાવ દિવાળી થજો, આ ગ્રંથ તન્મયભાવ પાવન ચિત્ ચમત્કૃતિ પ્રગટજે. 13 જ્ઞાનમંજરી - આ ગ્રંથ સિદ્ધપુર નગરમાં સૂત્રરચના રૂપે પ્રધાન મનોહર તેજ સહિત દિવાળીના પર્વદિને સંપૂર્ણતા પામે. કે આ ગ્રંથ ? જ્ઞાન પ્રદીપ આ ગ્રંથની આત્મતન્મયતા રૂપ ભાવનાના અર્થ સમજાયાથી (રહસ્ય સમજાયાથી) થતા ભાવો વડે પવિત્ર થયેલા ચિત્તમાં મને હારી ચમત્કાર જેમને લાગ્યા છે તેમને, નિર્મળ ઉપયોગરૂપ સંકડો દીવાવડે યથાર્થ વસ્તુધર્મરૂપ નિશ્ચય મત (જ્ઞાન) જેમને ઈષ્ટ છે તેમને નિરંતર દીપોત્સવ (ભાવ દિવાળી) હે! તેથી યથાર્થ જ્ઞાન વડે ગ્રહણ કરેલા આત્મરસમાં મગ્ન આત્માઓને નિત્ય દીપોત્સવ જ છે. 13 केषांविद्विषयज्वरातुरमहो चित्तं परेषां विषावेगोदककुतकमूर्छितमथान्येषां कुवैराग्यतः / लग्नालकमबोधकूपपतितं चास्तेऽपरेषामपि स्तोकानां तु विकारभाररहितं तद्ज्ञानसाराश्रितम् // 14 // ભાષાર્થ - અહો! કેટલાકનું મન વિષયરૂપ તાવે આતુર (દુખી) છે, બીજા કેટલાકનું મન (વિષયરૂ૫) વિષના