________________ 32 સર્વનય આશ્રયણ–અષ્ટક 423 ત્યજીને જ્ઞાન-પરિપાકરૂપ ભૂમિકાને પ્રાપ્ત થયેલા એટલે જ્ઞાનના અનુભવરૂપ સ્થાનમાં રહેલા, શુદ્ધ આત્મસ્વરૂપમાં (લક્ષ્યમાં) મૂઢતા રહિત એટલે જીવ-અજીવ, ઇષ્ટ અનિષ્ટ વસ્તુમાં પક્ષપાત (એકાંત આગ્રહ) રહિત, અમૂર્ત (પરમ) આનંદથી ભરપૂર અને સર્વનના આધારવાળા પુરુષ જ્યવંત વર્તે છે, એટલે સમ્યક્ દર્શન આદિ ગુણેથી પૂર્ણ બને છે. તેથી પિતાના સત્તામાં રહેલા ધર્મોને સાધન માટે સાધવા તૈયાર થયેલા સ્વકાર્યરૂપ ચેતનાદિ પરિણતિરૂપ ચકના સાધનની પ્રવૃત્તિમાં પ્રવર્તેલાને (પ્રવૃત્તચક ગીને) પ્રેરનારા સમસ્ત પરભાવના પ્રસંગથી રહિત સ્યાદવાદ નય માર્ગથી યથાર્થ વસ્તુ સ્વરૂપના લક્ષને પામેલા આચાર્ય–ઉપાધ્યાય જયવંત વર્તે છે. વિશ્વમાં વ્યાપેલા વ્યાહને નિવારવાને પ્રવીણ એવા વાક્ય-અમૃતના દાનથી (બધ દેવાથી) અનાદિના મેહરૂપ કાળકૂટ વિષને જેમણે નાશ કર્યો છે, પિતાના આત્મતત્વની અનંત સંપત્તિના વિલાસની લીલામાં મગ્ન નિગ્રંથ છતાં મહારાજ, અસંગ છતાં અનંત ગુણેને ધારણ કરનાર, નિરાકુલ છતાં સ્વઆમસાધન કાજે વ્યાકુળ, વનવાસી છતાં સ્વપર્યાયરૂપ પુષ્પરસ પીવામાં મગ્ન થયેલા શ્રીમદ્ સર્વજ્ઞની કહેલી આજ્ઞા વહેનાર ધુરંધર સમાન, માર્ગાનુસારી છતાં યથાશક્તિ ગુણ વધારવાને જેમણે લક્ષ રાખે છે, દ્રવ્ય-ભાવ સાધન વડે શુદ્ધ પરમાત્મારૂપ સાધ્ય પ્રત્યે જેમણે દૃષ્ટિ રાખી છે, તે જ જ્ઞાનસારને ગ્રહણ કરવામાં કુશળ ગણવા યોગ્ય છે. 7-8 - - -