________________ 422 જ્ઞાનમંજરી અનુસરનારા (માર્ગાનુસાર) પુરુષે પણ ધન્ય છે, તે તે ધર્મભાવ જેમના હૃદયમાં પરિણમે છે તેમની શી વાત ! સર્વજ્ઞ શાસનને નમસ્કાર હે ! અને સર્વજ્ઞના માર્ગે પ્રવર્તતા પુરુષના સંઘ(સમૂહ)ને નમસ્કાર હે ! 6 निश्चये व्यवहारे च त्यक्त्वा ज्ञाने च कर्मणि / एकपाक्षिकविश्लेषमारूढाः शुद्धभूमिकाम् // 7 // अमूढलक्ष्याः सर्वत्र पक्षपातविवर्जिताः / जयंति परमानन्दमयाः सर्वनयाश्रयाः // 8 // ભાષાર્થ - નિશ્ચયનયમાં અને વ્યવહારનયમાં તથા જ્ઞાન પક્ષમાં અને કિયા પક્ષને વિષે એક પક્ષગત જે ભ્રમ સ્થાન તેને તજીને જ્ઞાન પરિપાકરૂપ શુદ્ધ ભૂમિકા પર ચઢેલા, (5) લક્ષ્યને ન ભૂલે એવા, સર્વ ભૂમિકાએ કદાગ્રહ રહિત, પરમાનંદ-મય (ભરપૂર) અને સઘળા નયના આશ્રયવાળા જયવંત વર્તે છે (સર્વોત્કર્ષ સહિત પ્રવર્તે છે). અનુવાદ :નિશ્ચય ને વ્યવહારને, જ્ઞાન-ક્રિયાને તેમ એકાંતિક આગ્રહ તજી, ચઢી ભૂમિકા એમ. 7 પક્ષપાત સર્વત્ર તજી, અચૂક લક્ષ્ય આધાર; સર્વનયાશ્રય સજી લહે, પરમ સુખ જ્યકાર. 8 જ્ઞાનમંજરી -- આવા પુરુષે સવકપણે (જ્યવંત) વર્તે છે. કેવા પુરુષે? શુદ્ધ આત્મપરિણતિરૂપે (નિશ્ચયે) અને વીર્ય પ્રવર્તનરૂપે (વ્યવહારે) તથા જ્ઞાન (ઉપગ) પક્ષમાં અને ક્રિયાપક્ષમાં એકાંત આગ્રહરૂપ શ્વમસ્થાન