________________ જ્ઞાનમંજરી સૌધર્મ-ઇશાન દેવેથી વિશેષ સુખી છે. સાત માસના પર્યાયવાળા શ્રમણ સનસ્કુમાર મહેન્દ્ર દેવેથી વિશેષ સુખી, આઠ માસના પર્યાયધારી શ્રમણ નિગ્રંથ બ્રહ્મદેવલેક લાંતક દેવલોકના દેથી વધારે સુખી છે. નવ માસના પર્યાયવાળા શ્રમણ નિગ્રંથ મહા શુક્ર અને સહસારના દેવેથી વિશેષ સુખી, દશ માસના પર્યાયવાળા શ્રમણ નિગ્રંથ આનત, પ્રાણત, આરણ અને અશ્રુતના દેથી વિશેષ સુખી, અગિયાર માસના પર્યાયવાળા શ્રમણ નિગ્રંથ ગ્રેવેયિક વિમાનવાસી દેવે કરતાં વિશેષ સુખી અને બાર માસના પર્યાયવાળા શ્રમણ નિર્ચેથ અનુત્તર વિમાનમાં ઊપજતા થી પણ વિશેષ સુખી હોય છે. તેથી વિશેષ ચારિત્ર પર્યાયધારી શ્રમણ નિગ્રંથ શુક્લ (અભિન્નકૃત, અદેખાઈ રહિત, ઉપકારને નહીં ઓળવનાર કૃતજ્ઞ, સ&િયાવંત, હિતના લક્ષવાળે નિરતિચાર ચારિત્રવંત ઈત્યાદિ ગુણવંત) શુક્લાભિજાત્ય (પરમ શુક્લ એટલે આકિંચન્ય, મુખ્ય બ્રહ્માતિપર, સદાગમ, વિશુદ્ધ, સર્વશુક્લ) થઈને, સિદ્ધ, બુદ્ધ, મુક્ત, પરિનિર્વાણ, સર્વદુખને અંત કરનાર થાય છે. વળી કહ્યું છે - "मासादिपर्यायवृद्धथा द्वादशभिः परं तेजः / सुखं प्राप्नोति चारित्री सर्वदेवेभ्य उत्तमम् // " અર્થ :- ચારિત્રધારી (સાધુ) માસાદિપર્યાય વધતાં વધતાં બાર માસના પર્યાયેથી સર્વ દેવેથી ઉત્તમ પરમ તેજરૂપ સુખ (ચિત્તસુખ) પામે છે.