________________ 2 મગ્નાષ્ટક 33 सणंकुमार माहिंदाणं देवाणं तेउलेस्सं वितिवयति / अट्ठमास परिआए समणे निग्गंथे बंभलोए लंतगदेवाणं तेउलेस्सं वितिवयति / नवमासपरिआए समणे निग्गंथे महासुक्क सहस्साराणं देवाणं तेउलेस्सं वितिवयति / दसमासपरिआए समणे निग्गंथे आणयपाणय-आरण-अच्चुआणं देवाणं तेउलेस्सं वितिवयति / एक्कारसमासपरिआए समणे निग्गंथे गेविज्जविमाणाणं देवाणं तेउलेस्सं वितिवयति / बारसमासपरिआए समणे निग्गंथे अणुत्तरोववाइआणं देवाणं तेउलेस्सं वितिवयति / तेणं परं सुक्के सुक्काभिजाती भविता सिज्झइ, बुज्झइ, मुच्चइ, परिनिव्वाइ, सव्वदुक्खाणमंतं करेइ / ભાવાર્થ :-- ભગવાન મહાવીર સ્વામીને શ્રી ગૌતમ ગણધર પ્રશ્ન કરે છે, કે આ આર્યપણે શ્રમણ નિર્ગથે (વર્તમાન કાળમાં) વિહાર કરે છે, તે કોની તેજેલેશ્યા (ચિત્તમાં સુખની પ્રાપ્તિ)ને ઓળંગી જાય છે ? ઉત્તર : હે ગૌતમ, એક માસ ચારિત્ર પાળનાર શ્રમણ નિગ્રંથ વાણવ્યંતર દેવેના સુખને ઓળંગી જાય છે (તેમનાથી વિશેષ ચિત્તમાં સુખી છે), એમ બે માસના ચારિત્રપર્યાયવંત શ્રમણ નિગ્રંથ અસુરેન્દ્ર(અમરેન્દ્ર અને બલિ ઈં)થી રહિત ભવનવાસી દેવેના સુખ કરતાં વિશેષ સુખી છે, એ જ પ્રકારે ત્રણ માસના પર્યાયધારી શ્રમણ નિગ્રંથ અસુરેન્દ્ર કુમાર દેવને સુખને ઓળંગી જાય છે, ચાર માસના પર્યાયધારી શ્રમણ નિગ્રંથ ચંદ્ર સૂર્ય વિનાના ગ્રહગણો, નક્ષત્ર, તારારૂપ તિષી દેવાથી વિશેષ સુખી છે. પાંચ માસના પર્યાયધારી શ્રમણ નિગ્રંથ ચંદ્ર સૂર્ય જ્યોતિષી દેથી વિશેષ સુખી છે. છ માસના પર્યાયવંત શ્રમણ નિગ્રંથ