SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ 44 જ્ઞાનમંજરી સુખશાળિયાપણું છે; સામે પૂરે ચાલવારૂપ વૃત્તિ (ધર્મસંજ્ઞાનું મૂળ) જ્ઞાનીને ઉત્કૃષ્ટ, ઉગ્ર માસક્ષપણાદિ તપ છે. માટે જ ચતુર્દાની તીર્થંકર તદ્દભવ સિદ્ધિગામી જાણતાં છતાં તપ આદરે છે. અનુવાદ :- ભવ પ્રવાહ પાછળ વહે, સુખશૌળિયા સૌ બાળ; સામે પૂર જ્ઞાની મથે, તપ તીર્થંકરનું ભાળ. 2 જ્ઞાનમંજરી - અનાદિ સંસાર પ્રવાહ પદ્ધતિવાળી પ્રવૃત્તિરૂપ આનુસ્રોતસિકી વૃત્તિ, સુખશાળિયા એટલે ઇન્દ્રિય મગ્ન તે સુખના અભિલાષી અજ્ઞાની અને હોય છે, સંસાર-સન્મુખતા તજી સામે પ્રવાહ સંસાર-પરામુખી પ્રવૃત્તિ જ જ્ઞાનીઓનું ઉત્તમ તપ છે. આત્મધર્મને અનુકૂળ અને સંસારને પ્રતિકૂળ પ્રવૃત્તિ તપ કહેવાય છે. તેથી પ્રાયશ્ચિત્તાદિ ભાવતપનાં પરિણામ તે સ્વરૂપમાં તન્મયતારૂપ છે. તે તપથી સર્વ કર્મને ક્ષય થાય છે. 2 धनार्थिनां यथा नास्ति शीततोपादि दुस्सहम् / तथा भवविरक्तानां तत्त्वज्ञानार्थिनामपि // 3 // ભાષાર્થ - જેમ ધનના અથને ટાઢ, તાપ આદિ આકરાં (કુકસહ) નથી, તેમ સંસારથી વિરક્ત તત્ત્વજ્ઞાનના અથીને પણ શીત, તાપ આદિ કષ્ટ સહન કરવારૂપ તપ દુષ્કર નથી. અનુવાદ - જેમ સહે ધન કાજ સૌ, દુસહ શીત ને તાપ; તત્વજ્ઞાન કાજે તપે, ભવ-ભીરુ તપતાપ. 3
SR No.032768
Book TitleGyanmanjari
Original Sutra AuthorN/A
AuthorDevchandra, Yashovijay
PublisherL D Indology Ahmedabad
Publication Year1985
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy