________________ 28 નિયાગ-અષ્ટક 385 આત્મસ્વરૂપ સાધન વડે, આત્મસ્વરૂપને આવરણ કરનાર આત્મામાં રહેલાં જ્ઞાનાવરણાદિ કર્મને નિવારે છે. 7 ब्रह्माध्ययननिष्ठावान्, परब्रह्मसमाहितः / ब्राह्मणो लिप्यते नानियागप्रतिपत्तिमान् // 8 // ભાષાર્થ –-બ્રહ્મ-અધ્યયન-આચારાંગનું પ્રથમ કૃતસ્કંધ (બ્રહ્મચર્ય નવ અધ્યયન-તેની નિષ્ઠા (મર્યાદા) વાળે પરબ્રહ્મ સાથે એકતા (અભેદતા) રૂપે પરિણમેલો બ્રાહ્મણ (શ્રમણ, ભિક્ષુ, નિગ્રંથ અને બ્રાહ્મણ એ ચાર) નામ ધારી, નિયાગની પ્રતિપતિ (જ્ઞાન, સ્વીકાર) વાળે તે પાપથી લેપાય નહીં. અનુવાદ :- બ્રહ્માધ્યયને સ્થિત છે, પરબ્રહ્મ લયલીન; તે નિયાગ-સ્વીકારતે, બ્રાહ્મણ પાપ વિહીન. 8 જ્ઞાનમંજરી - બ્રાહ્મણ એટલે દ્રવ્ય અને ભાવ બ્રહ્મચર્યમાં આસક્ત મુનિ પાપથી લેપતો નથી. કે બ્રાહ્મણ? “બ્રહ્મ-અધ્યયન'માં આચારાંગના પ્રથમ શ્રુતસ્કંધના નવમા અધ્યયનમાં નિષ્ઠા–મર્યાદાવંત, તેમાં જણાવેલ પરિણતિમાં પરિણમેલે, વળી શુદ્ધ આત્મસ્વરૂપમાં સમાધિમય, વળી નિયાગ એટલે કર્મના ક્ષયની પ્રતિપત્તિ (તદ્રુપતા) વાળ, તે રૂપે પરિણમેલે ભિક્ષુ પાપથી લેપતે નથી. માટે જ સ્વરૂપનું જ્ઞાન અને રમણતામાં પરિણમેલે જીવ અનાદિ કર્મનાં પડળને ક્ષય કરીને સિદ્ધ, બુદ્ધ, પરમાનંદમય બને છે. તેથી કર્મને બાળવારૂપ ભાવનિયોગ કર્તવ્ય છે. 8 25