________________ 25 પરિગ્રહ-અષ્ટક 347 એકઠો કરવાની આસક્તિવાળાં ઉત્સુત્ર વચન બોલે છે, વિષયને પોષે છે, જ્ઞાનનાં ઉપકરણેને પરિગ્રહ એકઠો કરે છે અને જ્ઞાન-ઉપકરણેથી પોતાની મહત્તા માને છે. “ઉપમિતિભવપ્રપંચ”માં કહ્યું છે :___"सजातः कदाचिल्लब्धार्यकुलश्रावकसामग्रीसंयोगः श्रुततत्त्वोपदेशाप्त-वैराग्यगृहीतवतः मुनिसंघसंयुतः श्रुतलाभेन संपूज्यमानः श्रावकवर्ग:ज्ञानभक्तोपरचितोल्लो चादि सदुपकरणः तैरेव रमणीयकताममत्वाहंकारदूषितः तीव्रज्ञानावरणीयकर्मवशात् पतितो निगोदे अनंतभवभ्रमणरूपे इत्यावर्त्तस्वरूपं બાવની મમfફતાય સર " - ભાવાર્થ:- કદાચિત્ મનુષ્ય ભવ, આર્યકુળ અને શ્રાવકપણાની સામગ્રીને વેગ મળે, તત્વને ઉપદેશ સાંભળી વૈરાગ્ય આવવાથી મહાવ્રત ગ્રહણ કર્યા, મુનિઓના સમૂહમાં રહેતાં શાસ્ત્રજ્ઞાન થવાથી શ્રાવક વર્ગને પૂજ્ય થયે, જ્ઞાનની ભક્તિ કરનારાઓએ રચેલા ચંદરવા આદિ ઉપકરણવાળે તે ઉપકરણેથી જ રમણીયતા, મમત્વ અને અહંકારરૂપ દોષ વડે દૂષિત થયેલે તીવ્ર જ્ઞાનાવરણીય કર્મને લઈને અનંત ભવભ્રમણરૂપ નિગદમાં પડ્યો; એમ સંસારચક્રનું સ્વરૂપ આત્મહિત અર્થે સજજનેએ વિચારવા ગ્ય છે. માટે ધર્મને નામે વિષય, પરિગ્રહના પિષણ આદિને તજવાયેગ્ય જ છે. 2 यस्त्यक्त्वा तृणवद् बाह्यमान्तरं च परिग्रहम् / उदास्ते तत्पदाम्भोज पर्युपास्ते जगत्त्रयी // 3 // ભાષાર્થ - જે ધન, ધાન્યાદિ બાહ્ય અને મિથ્યાત્યાદિ અંતરંગ પરિગ્રહને તરણાની પેરે તજીને ઉદાસીન થઈ રહે છે તેના ચરણકમળને ત્રણે જગત સેવે છે.