________________ 322 જ્ઞાનમંજરી ભાષાર્થ –બાવન પલને (અમુક માપ: 16 માસાને કર્ષ ને 4 કર્ણને પલ) થાળ તેલથી ટપટપ ભર્યો હોય તેને ધરનાર મરણભયથી રાજાની આજ્ઞાએ સર્વ ચૌટામાં ફરે, નાટકાદિ ત્યાં થતાં ન જુએ, અપ્રમત્તપણે એક ટીપું પણ તેલ ઢળવા ન દે અને તે થાળ રાજાના આગળ પાછે લઈ આવે તેની પેઠે તથા રાધાવેધ સાધવાને ઉજમાળ (ઉદ્યમવંત) હોય તેની પેઠે ચારિત્ર–ક્રિયાને વિષે એકાગ્રચિત્ત (બીજે કયાંય ચિત્ત ન હોય તેવા) સંસારથી બીતા સાધુ રહે. અનુવાદ:– મરણ ભયથી તેલને, ઢળવા દે નહિ જેમ; રાધા-વેધી અનન્ય ચિત્ત, ભવ-ભીરુ મુનિ તેમ. 6 જ્ઞાનમંજરી :- તેલનું પાત્ર કાળજીથી લઈ જનાર જેમ (રાજાની આજ્ઞા પ્રમાણે) મરણથી ડરે છે, અને ભૂલથી પણ તેલ ઢળવા દેતા નથી (અપ્રમત્ત રહે છે, તેમ મુનિ આત્મગુણની ઘાત થવાના ભયથી ડરતે સંસારમાં અપ્રમત્ત રહે છે. વૃષ્ટાંત - કેઈ રાજાએ સર્વ લક્ષણે સંપૂર્ણ કોઈ પુરુષને વધ કરવાની આજ્ઞા આપી, ત્યારે સભાજનોએ વિનંતિ કરી કે હે સ્વામી ! એને અપરાધ ક્ષમા કરે, એને હણો નહીં. ત્યારે સભાજનેની વિનંતિ ઉપરથી રાજાએ ફરમાવ્યું કે એક તેલથી ભરેલા મોટા થાળને, નાટક, વાજાં, તૂરી આદિથી જોવા લાયક નગરનાં સર્વ ચૌટામાં ફેરવીને એક ટીપું પણ ઢળ્યા વિના પાછા લાવે તે તેને ન મારું. જે એક ટીપું પણ ઢળે છે તે જ વખતે તેનું માથું છેદી નાખવું એમ કહ્યું, તે પણ તે પુરુષે તે કામ સ્વીકાર્યું. તે પ્રકારે અનેક માણસની