________________ 22 ભવ-ઉદ્વેગ અષ્ટક 321 પુદ્દગલ સહિત, કર્મ સહિત, જન્મમરણ સહિત ચેતના હું નથી, મને આ મહામેહરૂપી પ્રવાહની ઘૂમરી (ચકરાવે) ક્યાંથી ? એમ ઉદ્વેગ પામેલા જ્ઞાની પુરુષે ચારિત્રરૂપ મેટા સફરી વહાણ વડે ભવ-સમુદ્ર તરવાને ઉપાય કરે છે. કેવું છે ચારિત્રરૂપ મહા વહાણ? સ્વરૂપના જ્ઞાન અને તેમાં રમણતાની એકતા વડે મનેહર, સમ્યકદર્શનરૂપ પ્રતિષ્ઠાન (પૈઠણ)વાળું, ક્ષમા આદિ દશ ધર્મ અને 18000 શીલાંગરૂપ વિચિત્ર પાટિયાંથી સજડ જડેલું સુશોભિત, સમ્યકજ્ઞાનરૂપ નિર્ધામક (વહાણ ચલાવનાર સુકાની) સહિત, સુસાધુના પરિચયરૂપ કાથીનાં દોરડાના સજજડ બંધનથી બાંધેલું, સંવરરૂપી ખીલાથી બધાં આસવ દ્વાર પૂરી દીધેલું, સામાયિક અને છેદે પસ્થાપનીય નામના બે ચારિત્રરૂપ બે સુંદર માળની રચનાવાળું, સાધુસમાચારની ક્રિયારૂપ મંડપની રચનાવાળું, ત્રણ ગુપ્તિરૂપ પથારી સહિત ચારે બાજુથી સુરક્ષિત, અસંખ્ય શુભ અધ્યવસાયરૂપ બખ્તરવાળું, અજિત હજારે લડવૈયાએને લીધે કેઈ(દુશ્મન)થી સામું જોઈ શકાય નહીં તેવું, મધ્યમાં સદ્દગુરુઉપદેશરૂપ વેલના સમુદાયવાળું, સ્થિરપણે નિરંતર શોભતા ધરૂપ મધ્યના મોટા સ્તંભ ઉપર પ્રકૃષ્ટ (ઉત્તમ) શુભ અધ્યવસાયરૂપ શઢના વેત કપડાવાળું, તેની આગળ ઊંચે રચેલા પ્રૌઢ ઉપગરૂપ કપ્તાનના પંજર-દ્વારવાળું, અપ્રમાદ નગરમાં જનાર સમૂહ સહિત સર્વાગ સંપૂર્ણતાવાળું ચારિત્રરૂપ વહાણ, તે વડે જ્ઞાની પુરુષ ભવસમુદ્ર તરવાને ઉપાય કરે છે. પણ तैलपात्रधरो यद्वत, राधावेधोद्यतो यथा / क्रियास्वनन्यचित्तः स्याद् भवभीतस्तथा मुनिः / / 6 / / 21