________________ 310 જ્ઞાનમંજરી અનુવાદ :- ઉચ્ચ જાતિ, ચતુરાઈ વિણ, રંક રાય ઝટ થાય; છત્ર છાઈ સૌ દિશા, સુકર્મ-ઉદય દેખાય. 3 જ્ઞાનમંજરી - કઈ રંક ક્ષણમાત્રમાં શુભકર્મના ઉદયે રાજા થાય. કે રંક? જાતિ એટલે માતાના પક્ષ (સાળ)ની મહત્તા અને ચતુરાઈ (કુશળતા)થી રહિત છતાં પણ રાજા થાય છે. કે રાજા? જેના છત્ર નીચે બધી દિશાઓ છવાઈ જાય તેવે ચકવર્તી, જેની આજ્ઞા (આણ) કેઈ ન માને તેમ ન બને, એ બધું કર્મના ઉદયથી બને છે તેમાં આશ્ચર્ય નથી. કારણ કે સમ્યફદર્શન, સમ્યકજ્ઞાન, સમ્યફચારિત્રરૂપ શુદ્ધ આત્મધર્મ દુર્લભ છે. 3 विषमा कर्मणः सृष्टिदृष्टा करभपृष्ठवत् / जात्यादिभूतिवैषम्यात् का रतिस्तत्र योगिनः // 4 // ભાષાર્થ - ઊંટની પીઠની પેઠે કર્મની રચના જાતિ આદિની ઉત્પત્તિનું વિષમપણું હોવાથી ક્યાંય સરખી દીઠી નથી. તે કર્મચનામાં મેગીને શાની રતિ (પ્રીતિ) હોય? ન હોય. પ્રશમરતિ'માં કહ્યું છે કે जातिकुलदेहविज्ञानायु-बलभोगभूतिवैषम्यम् / दृष्ट्वा कथमिह विदुषां भवसंसारे रतिर्भवति ? // ભાવાર્થ –જાતિ (માતાને પક્ષ), કુળ (પિતાને પક્ષ), દેહ, વિજ્ઞાન (કળા-આવડત), આયુષ્ય, બળ અને ભેગની ઉત્પત્તિ વિષે વિષમતા દેખીને સંસાર પરિભ્રમણમાં વિદ્વાનને મીઠાશ કેવી રીતે વર્તે?