________________ 29 19 તત્ત્વદૃષ્ટિ-અષ્ટક 291 समयाए समणो होइ, बंभचेरेण बंभणो / नाणेण य मुणी होइ, तवसा होइ तावसो // 2 // ભાવાર્થ - બેડા માથાથી શ્રમણ થવાતું નથી, કાર બેલવાથી બ્રાહ્મણ થવાતું નથી, વનમાં વસવાથી મુનિ થવાતું નથી, દાભનાં વસ્ત્રથી તાપસ થવાતું નથી. 1 સમતાથી શ્રમણ થવાય, બ્રહ્મચર્યથી બ્રાહ્મણ થવાય, જ્ઞાનથી મુનિ થવાય અને તપથી તાપસ થવાય. 2 આત્મા સામાયિક છે ઇત્યાદિ વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ (ભાગવતી સૂત્ર) અંગમાં જણાવ્યું છે. તેથી આત્મજ્ઞાનમાં રમણતા, સ્થિરતા સહિત અનુભવમાં લીન થયેલા દીનતા રહિત મુનિઓ હોય છે. 7 न विकाराय विश्वस्यो-पकारायैव निर्मिताः / स्फुरत्कारुण्यपीयूष-वृष्टयस्तत्त्वदृष्टयः // 8 // ભાષાર્થ :- તવદ્રષ્ટિ (આત્મજ્ઞાની) પુરુષે વિકારને કાજે ઉત્પન્ન થયા નથી, તે શા માટે ? વિશ્વ ઉપકારને જ કાજે જમ્યા છે, સકુરતા કૃપાવંતપણારૂપ અમૃતની વૃષ્ટિ વિશ્વમાં તે કરે છે. અનુવાદ :- કરુણા અમીવૃષ્ટિ ભર્યા, તત્તવૃષ્ટિ જગમાંય, પરોપકાર કાજે જીવે, કરે વિકાર ન ક્યાંય. 8 જ્ઞાનમંજરી - આચાર્યો અને ગુરુઓ પાસેથી ગ્રહણ (સમજવાની) અને આસેવના (પાળવાની) શિક્ષા ગ્રહણ કરી, પાઠક મુનિઓ દ્વારા સૂમ આગમ-રહસ્યના શિક્ષણ વડે જે તત્વદૃષ્ટિ પુરુષ થયા છે, તે રાગદ્વેષરૂપ