________________ 19 તત્ત્વદૃષ્ટિ-અષ્ટક 287 અનુવાદ; બાહ્ય દૃષ્ટિને સુંદરી, અમૃતમય દેખાય; તત્વવૃષ્ટિએ હાડકા, મળ-મૂત્રખાણ જણાય. 4 જ્ઞાનમંજરી - સંસારમાં આસક્ત બાહ્યદ્રષ્ટિને સ્ત્રી અમૃતમય જ લાગે છે, તેને માટે ધન કમાય છે અને મેહયુક્ત મુંજરાજ આદિ ઘણય રાજાઓ પ્રાણ તજે છે પણ નિર્મળ આનંદવાળા આત્માના સ્વરૂપનું અવેલેકન કરવામાં કુશળ તત્વદૃષ્ટિને તે સ્ત્રી વિષ્ટા, મૂત્ર અને હાડકાંના વાસણ જેવી ભાસે છે. કહ્યું છે કે : रसासृग्मांसमेदोऽस्थि-मज्जाशुक्रांत्र वर्चसाम् / अशुचीनां पदं कायः शुचित्वं तस्य तत्कुतः / / 1 / / वंचकत्वं नृशंसत्वं चंचलत्वं कुशीलता / इति नैसर्गिका दोषा यासां तासू रमेत कः // 2 // भवस्य बीजं नरक-द्वारमार्गस्य दीपिका / शुचां कंदः कलेर्मूलं दुःखानां खानिरंगना // 3 // अन्यशास्त्रेऽपि कान्ताकनकसूत्रेण वेष्टितं सकलं जगत् / तासु तेषु विरक्तो यो, द्विभुजः परमेश्वरः // 1 // ભાવાર્થ - લાળ, લેહી, માંસ, ચરબી, હાડકાં, હાડકાંની વચમાં રહેલે રસ (મજજા), વીર્ય અને વિષ્ટારૂપ અપવિત્ર વસ્તુઓનું સ્થાન કાયા છે, તે તેમાં પવિત્રતા ક્યાંથી હોય? 1 'ઠગવું, કૂરતા, ચંચળપણું, દુરાચારીપણું એ જેમના સ્વાભાવિક દે છે તે સ્ત્રીઓ સાથે કેણ રમે? 2