________________ 15 વિવેક-અષ્ટક 1. 217 ભાવકર્મની એકતાને ભિન્ન કરવારૂપ છે તેનું સ્વરૂપ આગમમાં આ પ્રમાણે છે :-- “પૂર્વ રાજાફા વિમાવા સાવનો વિભકિગળા | पच्छा दवा कम्मा सव्व-विभिन्नो नियो अप्पा // " ભાવાર્થ - પ્રથમ રાગાદિક વિભાવે સર્વથી ભિન્ન કરવા, પછી દ્રવ્ય કર્મથી સર્વ પ્રકારે ભિન્ન પિતાને આત્મા જાણો. તેમજ “પ્રાકૃત'માં કહ્યું છે કે –“કાચના બધા કકડાના ઢગલામાં પડેલું રત ઝવેરી ગ્રહણ કરે છે, તેમ સમ્યફદ્રષ્ટિ સર્વ વિભાવ-પરભાવમાં પરિણમેલા આત્માને અચળ, અખંડ, અવ્યય, જ્ઞાનાનંદમયરૂપે પિતાનારૂપે ભિન્ન કરી ગ્રહણ કરે છે.” શ્રી હરિભદ્ર પૂજ્યે કહ્યું છે –પ્રથમ કોધાદિ દોષ ઉપશાંત થતાં માર્ગાનુસારી ગુણેથી તત્વજિજ્ઞાસા જાગે છે. તત્વના જાણ (તત્વજ્ઞાની) ગુરુની સેવાથી ઘણા રસપૂર્વક શ્રત (શાસ્ત્ર)ને રસિક થાય છે; યથાર્થ જીવ–અજીવના ભેદજ્ઞાનથી સર્વ પરભાવથી ભિન્ન આત્માને પામી ભેદજ્ઞાની થાય છે, અને તે કેમ કરીને આત્માથી ભિન્ન સર્વ ત્યજતાં, સર્વ પરભાવને ત્યાગી બની સિદ્ધ થાય છે. પ્રથમના ત્રણ ન વડે લૌકિક અને લેકરને વિવેક થાય છે. જુસૂત્રનેયે ધર્મસાધનરૂપ વિવેક થાય છે. શબ્દ આદિ ત્રણ નયે વિભાવ દૂર કરવાથી પશમ સાધનરૂપ ઉપગ આદિથી ક્ષાયિક સાધક પરિણતિ પર્યંત વિવેક થાય છે, એમ અનુક્રમે જાણવું. ત્યાં આત્માને કર્મના સંગમાં એકતા થઈ ગઈ છે તેને ભેદ જણાવતાં કહે છે -