________________ 11 નિપાદક 173 ભાવના --અનાદિ કાળથી ગેખાતી આવેલી પરભાવમાં આત્મબુદ્ધિરૂપ અસતજ્ઞાનથી પરભાવમાં મીઠાશવાળા વિભાવરૂપ વાદળાં વડે તત્વજ્ઞાનરૂપ સૂર્ય છવાઈ જવાથી મિથ્યાત્વ, અસંયમ અને મહા મેહરૂપી ગાઢ અંધકારથી અંધ થયેલાં પ્રાણીઓમાંના કેટલાક, સલ્ફાસ્ત્રરૂપી અંજન અને તત્ત્વપ્રીતિરૂપ પાણી પીવાથી ઉત્પન્ન થયેલા વિવેક યુક્ત બની, જ્ઞાનાવરણાદિ કર્મથી ઢંકાયેલા, વિભાવરૂપ મળમાં તન્મય થયેલા, શરીર આદિ પુદ્ગલના ર્ક સાથે એક્તા પામ્યા છતાં, મૂર્ત અને છેદાયેલા જણાતા છતાં પણ અમૂર્ત, અખંડ, જ્ઞાનાનંદ, અનંત અવ્યાબાધ સ્વરૂપ એવા આત્માને જુએ છે, વિષયે ભેગવતાં પણ તેમને આત્મતત્વના અનુભવની રુચિ રહ્યા કરે છે, અનેક ઉપાયે વડે ઉપાર્જન કર્યા છતાં ધન, ઔષધ આદિ મહા મૂલ્યવાન અનેક પદાર્થો પરની અપૂર્વતા તે તજે છે, સ્વજન સંબંધીઓને ત્યાગ કરે છે, તે કરોડ રૂપિયાનાં દાન કરનાર પણ ઘર ઘર ભિક્ષા માગે છે, માખણ જેવી કે મળ ફૂલની શય્યામાં સૂનારા પણ ખડબચડી પથ્થરની શિલારૂપ જમીન પર સૂએ છે; જ્ઞાન અને કિયાના અભ્યાસથી એક આત્મતત્ત્વની સહજ સ્વભાવરૂપ અમૂર્ત આનંદ લીલાના લેભી બનીને નિરાવરણ, આત્યંતિક, એકાંતિક નિદ્ધ (હર્ષ–શેક, જન્મ-મરણ, લાભઅલાભ, માન-અપમાન આદિ દ્વન્દ્ર ભાવથી રહિત), નિરામય (કર્મરોગ રહિત), અવિનાશી સિદ્ધ સ્વરૂપને સાધે છે. એવા સાધનમાં તત્પર થયેલા ભગવંતને નમસ્કાર હો ! 8