________________ 172 જ્ઞાનમંજરી जइ जिणमयं पवज्जह, ता मा ववहारनिज्छए मुयह / इक्केण. विणा तित्थं, छिज्जई अन्नेण उ तच्चं // ભાવાર્થ –જે જિનમતને પ્રવર્તાવે, તે વ્યવહાર કે નિશ્ચયને તજે નહીં, એક વ્યવહાર) વિના તીર્થ (ધર્મપ્રવર્તન) ને નાશ થશે અને બીજા (નિશ્ચય) વિના તત્ત્વ (આત્મા)ને નાશ થશે. તેથી સાધન માટે ઉદ્યમ કરનારા સર્વને સ્વસ્થાને સ્થાપે છે. 7 सज्ञानं यदनुष्ठोनं न लिप्तं दोष-पङ्कतः / शुद्धबुद्धस्वभावाय तस्मै भगवते नमः // 8 // ભાષાર્થ - જ્ઞાન સહિત જેનું ક્રિયારૂપ અનુષ્ઠાન દેષરૂ૫ કચરાથી લેપાયું નહીં (અલિપ્ત છે) તે નિર્મળ, ટકેલ્કીર્ણ જ્ઞાનરૂપ સ્વભાવવાળાં ભગવંતને નમસ્કાર હો ! અનુવાદ - જ્ઞાનસહિત જેની ક્રિયા, દોષ–પંકથી દૂર શુદ્ધ-બુદ્ધ-સ્વભાઊં તે, નમું પ્રભુજી હજૂર. 8 જ્ઞાનમંજરી - આ લેકની કે પરલેકની વાંછા, ક્રોધ, માન આદિ દ વડે જેમનું સમ્યકજ્ઞાનયુક્ત આચરણ લેપાયું નથી, બગડયું નથી, કલંક્તિ થયું નથી તે પૂજ્ય ભગવંતને નમસ્કાર હો ! કેવા ભગવંત છે? સર્વ પુદ્ગલના સંબંધથી રહિત શુદ્ધ, અને બુદ્ધ એટલે જ્ઞાનમય સ્વભાવવાળા છે. આમ કહેવાથી સમજવાનું કે જેવું સત્તામાં સ્વરૂપ હતું તેવું પ્રગટ કર્યું, નિરાવરણ થયા, સિદ્ધ સ્વભાવ પ્રગટ્યો. તે દશા સાધનારા જ્ઞાન અને ક્રિયામાં સાવધાન રહે છે.