SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ 160 - જ્ઞાનમંજરી અજીવ એમ બે ભેદે છે; અજીવ તે ધર્મ, અધર્મ, આકાશ આદિ જાણે અને જીવ ભાવ-નિર્લેપ તે સમસ્ત વિભાવના યેગ રહિત મુક્તાત્મા છે. | નય અનુસાર તે દ્રવ્ય પરિગ્રહ આદિમાં અલિપ્ત નગમ નયે અલિપ્ત કહેવાય, સંગ્રહ નયે જીવ જાતિથી અલિત છે, વ્યવહાર નયે દ્રવ્યથી ત્યાગી અલિપ્ત છે. શબ્દ નયે, સમ્યક્દર્શન, સમ્યકજ્ઞાન વાળે પરભાવને પરિત્યાગી, તેનાં નિમિત્તભૂત ધન, સ્વજન, ઉપકરણમાં અનાસક્ત હેય તે, અલિપ્ત કહેવાય; સમભિરૂઢ નયથી અરિહંત આદિનાં નિમિત્તે વડે ઉત્તમ પરિણામથી નિલેષપણે રહેતા ક્ષીણમોહવંત બારમા ગુણસ્થાનવત જિન અને કેવળી અલિપ્ત છે, એવંભૂત નયે સર્વ પર્યાયેથી સિદ્ધ અલિત છે. વળી અન્ય વાચના પ્રમાણે નૈગમ આકાર-રૂપથી અંશ ત્યાગી નિગમ નયે અલિપ્ત છે; સંગ્રહ નયે સમ્યફદર્શન ન હોવા છતાં આત્મા સર્વથા જુદા હોવાથી અલિપ્ત છે, વ્યવહાર નયે તેની શ્રદ્ધા સહિત રાગાદિ લેપના ત્યાગથી નિલેપ છે. જુસૂત્રનયે અવલંબનને લઈને પ્રાપ્ત નિમિત્તેમાં આસક્ત ન થાય તે નિલેપ છે. શબ્દનયથી અભિસંધિજ વીર્ય અને બુદ્ધિપૂર્વક ઉપગવાળાનું રાગ આદિમાં પરિણમવું ન થાય તે અલિત કહેવાય. સમભિરૂઢ નયે સર્વ જીવની સર્વ ચેતના વિભાવના યોગ રહિત થવાથી અલિપ્ત છે. એવંભૂતયે ચક્ર ભ્રમણ આદિના દ્રષ્ટાંતે પૂર્વઅભ્યાસ વડે સર્વ પુદૂગલના સંગથી રહિત સિદ્ધિને નિપપણું છે. વળી ત્રણ નિક્ષેપમાં પહેલા ચાર નય અને ભાવનિક્ષેપમાં પર્યાયનું અલિપ્તપણું હોવાથી છેલ્લા ત્રણ સમાય છે એમ તત્વાર્થની
SR No.032768
Book TitleGyanmanjari
Original Sutra AuthorN/A
AuthorDevchandra, Yashovijay
PublisherL D Indology Ahmedabad
Publication Year1985
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy