________________ 11 નિર્લેપાષ્ટક संसारे निवसन् स्वार्थ-सज्जः कज्जलवेश्मनि / लिप्यते निखिलो लोको, ज्ञानसिद्धो न लिप्यते // 1 // ભાષાર્થ - કાજળના ઘર જેવા સંસારમાં વસતાં સ્વાર્થ સાધવા સાવધાન (તૈયાર) રહેનાર સમસ્ત લેક (કર્મથી) લેપાય છે જ્ઞાને કરી સિદ્ધ છે તે પુરુષ લેપતે નથી. અનુવાદ : સંસારે વસતા બધા, કાજળગૃહમાં જેહ, સ્વાર્થી થઈ લેપાય છે, બચે જ્ઞાન નિઃસ્નેહ. 1 જ્ઞાનમંજરી - હવે અલિપ્તને તત્વસમાધિ પ્રાપ્ત થાય છે, પૂર્ણાનંદરૂપ-તૃપ્તિ પણ અલિપ્ત(નિર્લેપ)ને હોય છે, તેથી નિલેપઅષ્ટકને વિસ્તાર કરે છે. , સકલ પરભાવના સંગનો ચૈતન્યને અભાવ થવાથી વ્યાખ્ય, વ્યાપક, ગ્રાહક, કર્તૃત્વ, ભેતૃત્વ આદિ શક્તિઓનું સ્વભાવમાં અવસ્થાન થવું તે નિલેપ દશા છે. જીવ કે અજીવ પદાર્થોને બેલાવવા પૂરતું “નિર્લેપ” એવું નામ રાખ્યું હોય તે નામ નિક્ષેપે નિલેપ છે, નિગ્રંથ આકાર આદિમાં સ્થાપના કરવી તે સ્થાપના નિલેપ છે; દ્રવ્ય નિલેપ કાંસાનાં પાત્ર આદિ, તદ્દવ્યતિરિક્ત અને બાકીના ભેદ પહેલાંની પેઠે જાણવા. ભાવ-નિલેપ, જીવ અને