________________ 140 જ્ઞાનમંજરી માર્દવ, આર્જવ આદિ ગુણવાળા પુરુષનું બહુમાન, પિતાનાથી અધિક ગુણવંત જનેનું બહુમાન, આદિ શબ્દથી દેને પશ્ચાત્તાપ, પાપ-દુગંછા, અતિચાર-આલેચના, દેવગુરુ અને સમાન ધાર્મિક (સાધ) જનેની ભક્તિ, ઉત્તરગુણ પ્રાપ્ત કરવા વગેરે સર્વ ગ્રહણ કરવું, વળી પૂર્વે ગ્રહણ કરેલાં ઘતેનું સ્મરણ, નવાં પ્રત્યાખ્યાન (ત્યાગના નિયમ), સામાયિક, ચેવિસગ્યે (24 તીર્થંકરનું સ્તવન), ગુરુવંદન, પ્રતિક્રમણ, કોત્સર્ગ, પ્રત્યાખ્યાન, આદિની નિત્યસ્મૃતિ વડે સકિયા થાય છે. શ્રીહરિભદ્રપૂજ્ય “વિશતા 'માં કહ્યું છે -- तम्हाणिच्चसईए, बहुमाणेणं च अहिगतगुणिमि / पडिवच्छ-दुगंछाए, परिवाडि आलोयणत्थं च / / 1 / / तित्थंकरभत्तीए, सुसाहुजणपज्जुवासणाए य / उत्तरगुणसद्धाए एत्थ सया होइ जइयव्वं // 2 // एवमसंतो वि इमो, जायइ जाओ य न पडइ कयावि / ता एत्थं बुद्धिमया अपमाओ होइ कायव्वो // 3 // सुहपरिणामो णिच्चं, चउसरणगमाई आयरं जीवो / कुसल-पयडीओ बंधइ, बद्धाओ सुहाणुबंधाओ // 4 // ભાવાર્થ - તેથી નિત્ય સ્મૃતિ, અધિક ગુણવંત જનેનું બહુમાન (આદર), પાપની દુશંછા, અતિચારની આલેચના, તીર્થકરની ભક્તિ, સાચા સાધુની સેવા, ઉત્તરગુણેની શ્રદ્ધા એ બધા માટે સદા પ્રયત્ન કર્તવ્ય છે. 1-2 એ પ્રકારે પ્રવર્તવાથી જે ગુણ પ્રગટ ન થયા હોય તે પ્રગટે અને જે ગુણ પ્રગટ્યા હોય તેમાં સ્થિર થવાય (કદાપિ પડી ન જવાય); તેથી વિચારવાન જીવે અપ્રમાદી બની તે પ્રકારની ક્રિયા કરવા એગ્ય છે. 3