________________ 9 ક્રિયાષ્ટક 139 અનુવાદ - બાહ્ય ભાવનું નામ લઈ, તજે ક્રિયા વ્યવહાર મુખમાં અન્ન મૂક્યા વિના, ઇરછે તૃપ્તિ સાર. 4 જ્ઞાનમંજરી –ગુરુનાં ચરણ જેમણે સેવ્યાં નથી એવા છો “બાહ્ય ક્રિયા કરવાથી શું થવાનું છે?” એમ કહીને (ક્રિયામાં તે) બાહાભાવ (બાપણું) છે એમ અંગીકાર કરીને ક્રિયાને ઉદ્યમ મંદ કરી દે છે, તે છે મુખમાં કેળિયે મૂક્યા વિના તૃપ્તિ ઈચ્છનારા છે. 4 गुणवबहुमानादे-नित्यस्मृत्या च सक्रिया / जातं न पातयेद् भाव-मजातं जनयेदपि // 5 // ભાષાર્થ:–અધિક ગુણવંતના બહુમાન આદિ (આદિ શબ્દથી પાપની દુર્ગછા, અણગમ, અતિચારોની આલેચના, વ્રતમાં લાગેલા દોષે સદ્દગુરુને જણાવવા, દેવ-ગુરૂની ભંક્તિ, ઉત્તર ગુણોની શ્રદ્ધા સમજવા યંગ્ય છે) થી અને નિત્યસ્મૃતિ એટલે લીધેલા નિયમને નિત્ય સંભારવા વડે થતી સલ્કિયા (શુભ ક્રિયા) પ્રગટ થયેલા ભાવને ન પાડે-હાનિ ન કરે અને નહીં પ્રગટેલા ભાવને પ્રગટ પણ કરે. (આ ટીકામાં ત્રણ ગાથાઓ શ્રીહરિભદ્રપૂજ્યની વિંશતિકામાંની ઉતારારૂપ ટાંકી છે તે નીચે “જ્ઞાનમંજરી ટીકામાં આવી જાય છે.) અનુવાદ - ગુણ–બહુમાનાદિક કરે, નિત્યસ્મૃતિ-સત્કાર્ય, પ્રગટ્યા ભાવ પડે નહીં, નહિ પ્રગટયા પ્રગટાય. 5 જ્ઞાનમંજરી - સમ્યફદર્શન-જ્ઞાન-ચારિત્ર, ક્ષમા,