________________ 6 શમાષ્ટક 103 ભાષાર્થ –માં ગર્જતા જ્ઞાનરૂપ હાથી અને મોટા ખેલતા ધ્યાનરૂપ ઘડા છે એવી મુનિરૂપ રાજાની ઉપશમરૂપ સામ્રાજ્ય(કુરાઈ)ની સંપદા (સંપત્તિ) જ્યવંત વર્તે છે. અનુવાદ - જ્ઞાન-ગજ ગાજી રહ્યા, ધ્યાન–અશ્વના ખેલ; શમ-સામ્રાજ્ય વિલાસજય, મુનિ-રાજા-સુખ-રેલ. 8 જ્ઞાનમંજરી –મુનિરૂપી રાજાની શમરૂપ સામ્રાજ્યસંપત્તિ જયવંત વર્તે છે. કેવી છે સંપત્તિ ? સ્વપર પ્રકાશક કુરતા જ્ઞાનરૂપ ગાજતા હાથી વડે (ઊંચી) મહાન અને વધતા ધ્યાનરૂપ નાચતા, ગેલતા ઘડાવાળી છે, એથી જ્ઞાનગજ અને ધ્યાન–અશ્વોથી શોભતી નિગ્રંથરૂપ રાજાની રાજ્ય સંપદા જયવંત વર્તે છે. માટે સમતાને ધામરૂપ મુનિઓનું મહારાજપણું સદા જયવંતું છે. તેથી શમના અભ્યાસી થવું એ ઉપદેશ છે. 8