SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ 64 પ્રાચીના મળતાં દૃષ્ટાંતોથી એનો નીચેથી ક્રમ ગજ-વ્યાલ-મકર હોવાનું જણાયું છે. આ રૂપાંકનો માટે ઉમાકાન્ત શાહ ગજરાજને કચડતાં સિંહને સ્થાનિક પ્રજા સામેની શક-ક્ષત્રપોની જીતનું પ્રતીક ગણે છે. મતલબ કે સ્થાનિક ગજધ્વજ સામેની ક્ષત્રપોના સિંહધ્વજની એ જીત છે. 40 પરન્તુ આ લેખકના માનવા મુજબ ગજવ્યાલ-મકર ત્રયી સુશોભનો જ્યાં ક્ષત્રપોનું રાજ્ય નથી, એ પ્રદેશોમાં પણ જોવા મળે છે. આથી કહી શકાય કે ઉક્ત ત્રણેય સુશોભનો ભારતીયકલામાં પ્રચલીત થયા હતાં.૪૧ શિવરામમૂર્તિ પણ ગજ-મસ્તક પરથી પ્રાદુર્ભાવ પામતાં આવા રૂપાંકનો કલામાં સામાન્ય થયા હોવાનું જણાવે છે. ગુજરાત પુરતું કહીએ તો શામળાજી દ્વારશાખ પરની લાલત્રયીના રૂપાંકનો હાલ તો જ્ઞાત નમૂનાઓમાં સૌથી પ્રાચીન ગણવામાં હરકત નથી. આ વ્યાલિત્રયી મધ્યેનો હસ્તી કંઠમાળ અને મસ્તકાભરણ જેવા અલંકારોથી અલંકૃત કરેલો છે અને ગજશીર્ષ પર લાલ દર્શાવ્યો નથી પણ ગજરાજના મસ્તક અને વ્યાલ આકૃતિ વચ્ચે કુડચલવેલભાત કાઢેલી છે. અને આ રીતે વિસ્તાર આયોજન સુશોભનકલાનું સરસ ઉદાહરણ થવા પામ્યું છે. સમય જતાં સોલંકી અને અનુસોલંકીકાલે વ્યાલ આકૃતિ અચૂક ગજશિરે બતાવવાનું શરૂ થયું અને આમ સુશોભન રૂપાંકનોમાં ફેરફાર આવ્યો. મેષOાલનું શામળાજીનું દૃષ્ટાંત સુરેખ છે. પ્રસ્તુત વ્યાલના બે પાદ પૈકી એક ઊંચો લીધેલો, જયારે બીજો કલાત્મક રીતે ટેકવેલો છે. વ્યાલનું માંસલ શરીર અને શૃંગની રચના કાઢેલી ધ્યાનાકર્ષક છે. એ ઉપરના ભાગે આડી-પહોળી સાદી પટ્ટિકા અને ઉપલા ભાગે દરિયાઈ જળચર રાક્ષસ મકરની આકૃતિ છે. અહીં એ યાદ રાખવું જોઈએ કે ભારતીયકલામાં મકર નીરૂપણ એ મઘર નહી પણ કલ્પીત પ્રાણી છે. જેનાં અંગ-ઉપાંગો મઘરથી જુદા પડે છે. જેમકે જડબાનો ઉપલો ભાગ સૂંઢ જેવો હોય છે. અહીં પ્રસ્તુત મકર ઊઘાડા જડબા સાથેનો તીક્ષ્ણ ચોરસ દંતયુક્ત મોટી જીહ્યા, ઊભી મોટી ભ્રમરવાળી આંખ તેમજ સાદી કંઠમાળાના અલંકાર સહિત બતાવ્યો છે. મકર જાણે હમણા જ જળમાંથી બહાર આવતો જીવંત આલેખ્યો છે. ઇશુના ૬ઠ્ઠા શતક કે કંઈક વહેલું એક વ્યાલમુખ કદવાર ગામે પ્રસિદ્ધ વરાહ મંદિરથી થોડેક દૂર પડેલું છે તો વરાહમંદિરની પૂજાતી વરાહપ્રતિમા પરિસરના દશાવતારો ગવાક્ષ મંડિત છે, જેની ખત્તકની નાની થાંભલીઓની બેય બાજુએ વ્યાલત્રયી રૂપાંકનો સંલગ્ન કાઢેલાં છે. સાતમા સૈકાના અંતભાગના કે આઠમા શતકના પૂર્વાર્ધના રોડાના મંદિરો પરના વ્યાલરૂપો નોંધપાત્ર ગણાય છે. રોડાના ત્રણ નંબરના દેવાલય પરના 16 બાલરૂપો ઢાંકીએ ઓળખી બતાવ્યા છે.* બે દ્વારશાખની બે બાજુએ મળીને ચાર વ્યાલ-મતલબ કુલ આઠ વ્યાલ સ્વરૂપો દેખાય છે. જે અંતર્ગત સિંહ, શાર્દૂલ, અશ્વ, અજ, મેષ અને વૃષ વગેરે સુસ્પષ્ટ છે. રોડાના વ્યાલ સ્વરૂપોની માંસલ દેહયષ્ટિ સુડોળ જ નથી, પણ વાસ્તવિકતા પ્રતીતીકારક લાગે છે. એક તરફ સમગ્ર આલેખન જૂસ્સાપૂર્ણ અને ખૂંખાર પશુ જેવું છે. તો બીજી તરફ પુચ્છભાગ અંતે કાઢેલા વેલ શોભાંકનો સુશોભનકલાની ચરમસીમા જેવા મનોહર છે. શામળાજીના વ્યાલની જેમ ગજ-શિર અને વ્યાલ વચ્ચે કુડચલવેલ નથી. પરંતુ વેલનો શણગાર પુચ્છ પ્રસારણરૂપે છે. જે હવે પછી આવતી શૈલીનું સૂચક છે. શામળાજી અને રોડા બેય દ્વારશાખ અને ગવાક્ષની રચના સાદી પટ્ટિકાથી કરેલી છે. (જુઓ ચિત્ર-૧૮) રોડા પછીનું આઠમા શતકનું દષ્ટાંત અણહીલ પાટણનું છે. મૂળ ભગ્નાવશેષો તરીકે પ્રાપ્ત
SR No.032765
Book TitlePrachina
Original Sutra AuthorN/A
AuthorRavi Hajarnis, Jitendra B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2017
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy