SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતના દેવાલયોની વ્યાલ આકૃતિઓ 63 શુંગકાલને બદલે સહેતુક અનુમૌર્યકાલ શબ્દ પ્રયોગ કર્યો છે.૩૩ પડઘી કે બેઠક પરની ચારે બાજુથી જોઈ શકાય એવાં એકમુખ અને બે શરીર ધરાવતાં પાંખાળા સિંહો (108 x 108 x 60 સે.મી.) જેમની મૂળ સંખ્યા ચાર હતી. પણ ખંડિત બે ટુકડામાં પ્રાપ્તિ સમયે એના ત્રણ હયાત સિંહસ્વરૂપો જોવા મળ્યાં છે. દેરોલની પાંખાળા સિંહોની કૃતિ હાલ તો જ્ઞાતિ પ્રાચીન નમૂનાઓમાં સૌથી પ્રાચીન ગણવી જોઈએ.૩૪ દેરોલ પછી જૂનાગઢની વ્યાલ આકૃતિઓની ચર્ચા સમયાંકનના પરિપ્રેક્ષ્યમાં આવશ્યક બને છે. પ્રથમ અહીં સ્થાનિકે ખાપરાકોડિયાના મહેલ તરીકે ઓળખાતી શૈલોત્કીર્ણ ગુફાઓમાં કંડારેલ વ્યાલ આકૃતિઓ અંગે જોઈએ. પ્રસ્તુત ગુફાઓના બહારના સ્તંભછાદ્ય પર અત્યંત ઘસાયેલ વ્યાલનું કંડારકામ જોઈ શકાય છે, જે પશ્ચિમ એશિયાની કલા પરંપરાની યાદ આપે છે. પાંખાળી વ્યાલકૃતિઓમાં સિંહવ્યાલ અને મેષOાલની ઓળખ થઈ શકી છે. જૂનાગઢના સંગ્રહાલયના સંગ્રહમાં પાષાણની ચાર વ્યાલ આકૃતિઓ છે. જેમાંના સિંહ અને મેષ વ્યાલના મુખભાવ કુષાણકાલીન મથુરાની વ્યાલ આકૃતિઓ સાથે નીકટનું સામ્ય બતાવે છે. આથી જ સંગ્રહાલયના નમૂનાઓને ક્ષત્રપકાલીન ગણવામાં હરકત નથી. આ અતિરિક્ત આ ઐતિહાસિક નગરની બાવાપ્યારાનો મઠ નામે જાણીતિ શૈલોત્કીર્ણ ગુફાઓની પૂર્વાભિમુખ રાંગના સ્તંભ શીર્ષ સિંહOાલસ્વરૂપમાં કંડારેલું છે.૩૫ પાંખાળી સિંહ આકૃતિઓ બલાઢ્ય લાગે છે. જેમના આગલા પગ ઊંચા બતાવ્યાં છે. માનવે કંડારેલ આ ગુહાશ્રયોની બીજી હરોળે પ્રવેશદ્વારની બેય બાજુએ સિંહવ્યાલ કાઢેલાં છે. તો અહીં જ અન્ય જગ્યાએ સ્તંભ પર અશ્વવ્યાલ અંકીત છે. આજ રીતે બીજા પ્રવેશમાર્ગ આગળ એક બીજા પીઠને અડીને બેઠેલાં પંખવાળા વનરાજ મોજુદ છે. આ સિંહાકૃતિમાં મધ્યેનો સન્મુખ અને શેષ બેના મુખ પાર્થદર્શને કાઢેલાં છે. પંજાનો ભાગ સહજતાથી ઉપર તરફ ઉઠાવેલો છે. છાદ્યના ટેકારૂપ આ પશુઓ ઘસાયેલા જરૂર છે, પણ એમની હિંસકતા, ગતિ અને જુસ્સો સ્પષ્ટ થાય છે. જૂનાગઢની ક્ષત્રપકાલીન ઉપરકોટની શૈલોત્કીર્ણ ગુફાઓના તળમજલે થાંભલાની શિરાવટી પર અગાઉના દૃષ્ટાંતો મુજબના જ સિંહવ્યાલરૂપો કાઢેલાં છે. એ પણ આગળની જેમ ચાખૂણે બેઠાસ્વરૂપના વનરાજ છે. અને પરંપરા મુજબ એકમુખ અને બે દેહયષ્ટિ ધરાવતાં શૈલીના છે. મૌર્યકાલથી કલામાં દેખાતું આવા સંયોજનવાળુ-સિંહસ્વરૂપ ક્ષત્રપકાલે ખૂબ સામાન્ય થયું હતું. આ સમયની ભરૂચ જિલ્લાના ઝાંઝપોર પાસે કડિયાડુંગર નામે ઓળખાતી ગુફાઓ આવેલી છે. અહીં તળેટીમાં વાઘણદેવી નામે ઓળખાતા એક જ પથ્થરમાંથી કંડારેલા સ્તંભશીર્ષ પર એકમુખ અને બે દેયાષ્ટિવાળા સંયોજનયુક્ત સિંહસ્વરૂપ જોવા મળે છે. શામળાજીના દ્વિબાહુ ગણેશના પગમાં ધારણ કરેલાં નૂપુર સિંહમુખવાળા છે. (જુઓ ચિત્ર-૯) આ કાલના અલંકારોમાં ગ્રાસમુખ કે સિંહમુખ અંકન પ્રચલિત હતું.૩૭ શામળાજીથી સાતમાં સૈકાની બે ટુકડામાં પ્રાપ્ત દ્વારશાખના એકભાગમાં વ્યાલ સંપૂર્ણ છે.એની નીચેની ગજરાજની આકૃતિ નષ્ટ થયેલી છે. દ્વારશાખના બીજા ટુકડામાં મકર, વ્યાલ, અને હસ્તીની મનોહર સુશોભનરૂપ આકૃતિ આખી બચેલી છે. ઢાંકી આવાં ત્રણેય સુશોભનોને ત્રયી (Trio) કહે છે અને તે ગજ-મકર-વાલત્રયી હોવાનું કહે છે.પરન્તુ
SR No.032765
Book TitlePrachina
Original Sutra AuthorN/A
AuthorRavi Hajarnis, Jitendra B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2017
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy