SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ 56 પ્રાચીન શ્રીપાળ-મયણા સુંદરી જીવનચરિત્ર, સતી સુભદ્રાકથાનક, ભગવાનનો મેરુ પર્વત પર જન્માભિષેક, સમવસરણ વગેરેનું અતીવ મનોહર આલેખન છે. તો ચિત્રમાં ગજરાજ અને અશ્વ જોડતી બગ્ગી, વૃક્ષ, પ્રાણીઓના સુરેખ ચિત્રણ છે. લયબદ્ધ રીતે આલેખિત મંજીરાવાદીકા અને તબલાવાદક ચિત્ર ધ્યાનાકર્ષક છે. આ અંતર્ગત મંજીરાવાદીકાની નથણી, મહારાષ્ટ્રીયન ઢબની સાડી તેમજ એકચશ્મી ચક્ષુ વગેરે ધ્યાનાકર્ષક છે. વાદ્યવાદકો, નૃત્યકારો, ચામરધારી, છડીધરો વગેરે તમામ આકર્ષક અને બળુકી રેખાવાળા દેખાય છે. ઘૂમટમાં પણ ચિત્રકામ છે." (જુઓ ચિત્ર 15) બ્રીટીશ સમયકાલના સાબરકાંઠાના ગઢા-શામળાજીના ઉદિત વિતાન ચિત્રકામ તથા સાબલી જૈન દૈરાસર વિતાને યોગમુદ્રામાં તીર્થકર વગેરે સુપ્રસિદ્ધ છે. સમકાલીન વડોદરા જિલ્લાના ભાદરવા ગામના ચિત્રો અંતર્ગત રણમુક્લેશ્વર શિવાલયના વિતાનચિત્રો અને પાસેની સમાધિઓના છત પરના ચિત્રો પણ એટલાં જ ખ્યાતનામ અને સુરેખ છે. સમાધિ છત ચિત્રોમાં રાધા અને ગોપીઓનું રાસનૃત્ય, ફૂલવેલ તેમજ સુશોભનાત્મક ભૌમિતિક ભાત વગેરે કાઢેલાં છે. ચરોતર પ્રદેશ રાસ ગામે સ્વામીનારાયણ મંદિર આવેલું છે. જ્યાં છતની છાપરા પાસેની નીચે પડતી ત્રિકોણાકાર જગાએ ચિત્રો દોરેલાં છે. જે અંતર્ગત બે બાજુ ભયાનક વાઘ આકૃતિઓ અને મધ્યે ધર્મચક્ર છે. વાઘે એક પાદ સ્ટેજ ઉપર તરફ લીધેલો છે. અને વાઘમુખની જીહ્યા બહાર કાઢેલી બતાડી છે. આ અતિરિક્ત ગાયકવાડી પાધડી અને પહેરવેશ ધારણ કરેલાં શમશેરધારી યોદ્ધા, મયૂર અને ફૂલવેલ સુશોભન વગેરે ચિત્રો છે. નિજ ગામે વેરાઈમાતા મંદિરમાં ઝાંખા રાસલીલાના દશ્યો, તો ગામના કુંભારવાડામાં મલ્લયુદ્ધના ચિત્રો ચિતરેલાં છે, જે અંતર્ગત મલ્લની મોટી આકૃતિ એક ચમીનયનો કેશ-મૂંછ અને મુષ્ટિયુદ્ધનું આલેખન છે. સમકાલીન ભીતચિત્રો રાસગામે અંબાલાલ ફૂલચંદ માર્ગ પર આવેલ એક મકાનની દિવાલો પર જોવા મળે છે. વડનગરની સથવારાની વાડીના ભીંતચિત્રો અંતર્ગત એક દૃશ્યમાં ચાર ભૂજાળા વિષ્ણુ છે. જેમના હસ્તોમાં અનુક્રમે શંખ, ચક્ર, ગદા અને પદ્મ છે. રાજકુટુમ્બના સભ્યો દેવને પ્રાર્થતા નજરે ચડે છે. તો બીજા એક ચિત્રમાં પારંપારિક રાજવી વસ્ત્રો પરિધાન કરેલાં રાજાને હવેલીની અગાસીએ બંદુક સાથે બતાવ્યાં છે અને એમના પાદ નજદીકે મૃત વાઘદેહ પડેલો છે. ઉમરાવો વાઘનો શિકાર કરવામાં ગૌરવ અનુભવતાં. પોરબંદરના કસ્તુરબાના ઘરમાં ભીંતચિત્રો ચિત્રીત છે. આગળ આપણે જોઈ ગયા છીએ કે સ્વામીનારાયણ સંપ્રદાયનો તત્કાલીન ચિત્રકલાના વિકાસમાં મહત્ત્વનો ફાળો રહ્યો છે. તદ્અનુસાર ગઢડાના 150 વર્ષથી વધુ પુરાણા સ્વામીનારાયણ મંદિરના ઘુંમટ મળે શ્રીકૃષ્ણ અને ગોપીઓનું અનુપમ રાસનૃત્ય ચિતરેલું છે. 27 તો 125 વર્ષ જૂનાં વડતાલના સ્વામીનારાયણ ભગવાનના દેવાલયમાં શ્રીકૃષ્ણ-રૂકમણી હરણ તેમજ દેવનું રુકિમ સાથેનું યુદ્ધ વગેરે ચિત્રો છે. આજ સ્થળે ગૌશાળાનું શ્રીજી મહારાજનું ચિત્ર સંપ્રદાય માટે અત્યંત અગત્યનું ગણાય છે. 29 અન્યત્ર ક્યાંય જોવા ના મળે એવું શ્રીજી મહારાજને અર્ધપર્યકાસનરૂપે અર્ધપલાંઠી વાળેલા ભોજન લેતાં બતાવ્યાં છે અને શ્રીજી મહારાજે મસ્તિષ્ક કશું જ ધારણ કરેલા બતાવ્યાં નથી.
SR No.032765
Book TitlePrachina
Original Sutra AuthorN/A
AuthorRavi Hajarnis, Jitendra B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2017
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy