SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ હર્મન યાકોબી 55 10. એ નોંધપાત્ર છે કે, મુદ્રિકા 7ક્ષિતા: વનડ્રોપશોભિતમ છે. ૫-૧૧-૨૭માં રૂષવો નિતિષ્યિન્તિા રીમતક્ષ્મળ:-થી મૂળાક્ષરનો બીજો પણ એક સંકેત મળે છે. અશોકના સમયમાં લિપિ મોટે ભાગે જાણીતી હતી. રાજાએ પોતાના ઉપદેશ સિદ્ધાન્તોના પ્રચાર માટે તેનો ઉપયોગ કરેલો. એના શિલાલેખો વિદ્વાનોને સંબોધિત ન હતા નહીં તો, તે સંસ્કૃતમાં રચાયા હોત. પણ તે સામાન્ય જનતા માટે હતા જે, જનભાષા બોલનારા હતા. જો લોકો વાંચી શકે તેમ ન હોય તો, આ પ્રચલિત ભાષાનો શો ઉપયોગ થયો હોત ! એટલે મેક્સ-મૂલરનો આ મત સંભવતઃ અશોકની આજ્ઞાથી બાહ્ય સ્રોતોમાંથી મૂળાક્ષરો ઊછીના લઈને, વિદ્વાનોએ માગધી લિપિને રચી છે, તેને હું ભૂલભરેલો માનું છું. અશોકના મૂળાક્ષરોના ધ્વનિતંત્રની સંપૂર્ણ સમજ તેની પુનર્રચના કરતા વિદ્વાનોની અસર દર્શાવે છે. પણ, પ્રાચીનતમ શિલાલેખોની ધ્વનિ વગરની લિપિ એક લખવાની પદ્ધતિ તરીકે, લોકોએ અપનાવેલી અને લિપિના વ્યવહારુ ઉપયોગની સાક્ષી આપે છે, પણ પછીથી તેને ત્યજી દેવામાં આવી. સરયૂ પૂર્વની છે, મરુ પશ્ચિમની છે, વિધ્ય દક્ષિણનો અને હિમાલય ઉત્તરનો છે. બોલીન્કના અભિનંદન ગ્રંથમાં વિષ્ણુનો ઉલ્લેખ આવે છે. દક્ષિણ જાણીતું ન હતું એવા મતના સમર્થનમાં પુરાવા તરીકે પ્રસ્તુત કરી શકાય. પણ ઉપર નિરીક્ષણ કર્યા પ્રમાણે આ દલીલ ટકે નહીં. મારો એવો પણ અભિપ્રાય છે કે, અન્ય છંદોમાં આવતાં પદ્યો મોટે ભાગે, હંમેશાં નહીં, સર્ગનો અંત દર્શાવે છે. પણ તે મૂળ કવિની રચનાઓ નથી. મહાભારતના ૧૨મા પર્વનો વિચાર આવે છે. આ આવા જ ઉદ્દેશથી મહાકાવ્યમાં દાખલ કરવામાં આવેલો પણ, શિથિલ અને ઉપલક છે. 11. . 14. 6-108 પરની તિલકટીકામાં રામવર્મનું ભિન્ન મતો જણાવે છે. 15. આખો ૧૦૧મો સર્ગ પ્રક્ષિત છે એ બીજી રીતે પણ દર્શાવી શકાય. આગળના સર્ગને અંતે રામ એક ગંભીર પ્રતિજ્ઞા લે છે (5-48) अस्मिन्मुहूर्ते नचिरात् सत्यं प्रतिश्रृणोमि वः / अरावणमरामं वा जगत् द्रक्ष्यथ वानराः / / પછી રાવણ સાથેના પોતાના યુદ્ધને નિહાળવા ત્રણે જગતને આમંત્રણ આપે છે (5-55) अद्य पश्यन्तु रामस्य रामत्वं मम संयगे / त्रयो लोकाः सगन्धर्वाः सिद्धाश्च सहचारणाः //
SR No.032759
Book TitleRamayan
Original Sutra AuthorN/A
AuthorHarman Jacobi, Vijay Pandya
PublisherL D Indology Ahmedabad
Publication Year2012
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy