SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ 54 રામાયણ मणिरत्नं कविवरः प्रतिगृह्याभिवाद्य च / / सीतां प्रदक्षिणम् कृत्वा प्रणत: पार्श्वतः स्थितः // 68 / / દેખીતુ છે કે, આની પછી તરત જ તતસ્તં પ્રસ્થિતમ વગેરે આવે છે. હવે સ્થિત” આપણને સંતોષ થાય તેમ સ્પષ્ટ બને છે. દક્ષિણભારતીય આવૃત્તિ (સંભવતઃ મહેશ્વરતીર્થ અને ગોવિન્દરાજને પણ સમાવતાં) એ ઊલટી રીતે, આલેખન કર્યું છે. એટલે, બીજી જગ્યાએ આવતા ખંડને કાઢી નાખ્યો નથી પણ, આખા પ્રસંગને થોડા શ્લોકોમાં સમાવી દીધો છે. ઉપર ટાંકેલા બે શ્લોકો (રક્ષાં પ્રવરનું દૃન્દા) હનુમાનના પ્રસંગમાં પાછા વળવાની સાથેના અનુસંધાનના પ્રયત્નરૂપ જણાય છે. બીમાં પ૩ અને ૫૪મા સર્ગના આરંભમાં ગોઠવેલા છે અને તેનું સ્વરૂપ આ પ્રમાણે છે. प्रवरान रक्षसान् हत्वा नाम विश्राव्य चात्मनः / दग्ध्वा च नगरी लङ्कां सीतां द्रष्टुं ययौ कपिः // 53-1 / / गत्वा चामन्त्रयामास गमनाय महोदधेः / तमभिप्रस्थितं दृष्ट्वा वीक्षमाणा पुनः पुनः // 53-2 // પછીથી વિદાય-દેશ્ય (જુઓ ઉપર 1-1) આવે છે. અને પછી પ૪મો સર્ગ શરૂ થાય છે. आकुलां नगरी कृत्वा व्यथयित्वा च रावणम् / दर्शयित्वा बलं घोरमभिवाद्य च मैथिलीन् // 1 // તતઃ પિશર્તુતઃ વગેરે તે જ શ્લોકોનું પુનરાવર્તન કરવામાં આવે છે. કૃણ છે વગેરે. 3-36-17 અને 3-40-17 આ બે ખંડો વચ્ચે જે ટૂકડો આવે છે તે પછીથી ઉમેરાએલો પ્રક્ષપ્ત અંશ છે. ૪૧મા સર્ગમાં નિરૂપાએલા વિષયને ફરીથી અહીં ઊતારવામાં આવ્યો છે. એવા પણ કેટલાક હોઈ શકે છે, આવી નગણ્ય અસંગતિઓને interdum dormit, homerus (Homer also nods-હોમર પણ ક્યારેક ઝોકું ખાઈ જાય છે.) સિદ્ધાન્ત પ્રમાણે મહત્ત્વ ન આપે. પણ, એ કાળજી રાખવી જોઈએ કે આ બેદરકારી કવિ પર આરોપિત ન કરવામાં આવે કારણ કે રામાયણ વાલ્મીકિનું જીવનભરનું કાર્ય હતું. તેમણે આ કાવ્ય રચ્યું એટલું જ નહીં પણ, એક મહાકાવ્યના કવિની રીતે, જનસમાજમાં પ્રસ્તુત થાય તે રીતે, સ્મૃતિપટ પર અંકિત પણ કર્યું. આવી પ્રક્રિયા કૃતિમાં. અનીચ્છાએ પ્રવેશી ગએલી અસંગતિઓની ઘસણખોરીને અટકાવે છે. કવિએ આ દુર કરવા માટેની તક ઝડપી લેવાની પણ ઘણી કાળજી રાખી છે. એટલા માટે મહાકાવ્યની પદ્ધતિની વિપરીત જતી આ અસંગતિઓને કોઈએ હળવાશથી લેવી જોઈએ નહીં. એટલે, જો તે પ્રચુર પ્રમાણમાં હોય તો, બીજી કોઈ કલમથી ઊતરી આવેલા પ્રક્ષિપ્ત અંશો તરીકે ગણવામાં ઔચિત્ય છે.
SR No.032759
Book TitleRamayan
Original Sutra AuthorN/A
AuthorHarman Jacobi, Vijay Pandya
PublisherL D Indology Ahmedabad
Publication Year2012
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy