________________ રામાયણ આવેલ અને મારાં નિરીક્ષણોમાં જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, અને લાહોરના પ્રો. સ્ટેઈનની ભલી દરમિયાનગીરીથી કાશ્મીરની બે હસ્તપ્રતો અમારી યુનિવર્સિટીના ગ્રંથાલયે મારા માટે મેળવી આપેલી. આ બે માંથી એકમાં પહેલા અને ત્રીજા કાંડનો ખંડ છે, જયારે બીજીમાં ઉત્તરકાંડ છે. કાશ્મીરની પહેલી હસ્તપ્રત બર્લીનની “એ” હસ્તપ્રત સાથે મળતી જણાય છે. આ ત્રણે વાચનાઓની પારસ્પરિક ભિન્નતાને ત્રણ પ્રકારોમાં વિભાજિત કરી શકાય. 1. આ ત્રણેમાંની દરેક વાચની બીજી બેથી ઘણી વાર જુદી પડે છે અથવા તો પાઠને લાગેવળગે છે ત્યાં સુધી જે સર્વમાં સાધારણ શ્લોકો છે તેમાં દરેક વાચના જુદી પડે 2. દરેક વાચનામાં ગણનાપાત્ર સંખ્યાના શ્લોકો કે દીર્ઘ ખંડો કે આખાને આખા સર્ગો મળે છે, જે ફક્ત તે જ વાચનામાં છે. અથવા તો બાકીની બેમાંથી એકની સાથે સમાનતા ધરાવનારા છે. 3. શ્લોકોનો ક્રમ પણ બધી જ વાચનાઓમાં અને એમાં તો જુદો જુદો મળવો સુલભ છે. છેલ્લા બે મુદ્દાઓને સંબંધ છે ત્યાં સુધી વાચનાઓનો પારસ્પરિક સંબંધ સહેલાઈથી મોખરે તરી આવે છે. બોમ્બે આવૃત્તિનો સારસંક્ષેપ અને ગોરેસિઓની આવૃત્તિનો સંબંધ એ, બી અને સી સાથેના સંબંધને સ્પષ્ટ રીતે ફૂટ કરે છે. એ પ્રત્યક્ષપણે દર્શાવે છે કે, સીના કયા શ્લોકો બીમાં પણ મળે છે, અને, આડકતરી રીતે, કયા મળતા નથી. તેમજ બીના કયા શ્લોકો સીમાં મળતા નથી. વળી, ઘણી વાર તો, બીના શ્લોકોનો ક્રમ પણ ગૂંચવાડાભર્યો છે. જો, સીનો ક્રમ આપણે સામાન્ય ગણીએ તો સીનો ક્રમ ગૂંચવાડાભર્યો છે. બન્ને વાચનાઓની પારસ્પરિક ભિન્નતા દર્શાવવા માટે સી અને બી બન્નેના ચોથા કાંડના પહેલા 30 સર્ગોના સમાન શ્લોકોને મેં ગયા. આ શ્લોકોની સંખ્યા 749 છે. પણ પ્રસ્તુત ભાગમાં કુલ શ્લોકોની સંખ્યા સીમાં 1303 છે જ્યારે બીમાં 1128 છે. હવે જો બન્નેના સમાન શ્લોકોની તેમજ બન્નેના વિશિષ્ટ શ્લોકોની સંખ્યા ગણવામાં આવે અને ટકાવારી કાઢવામાં આવે તો, આપણને આવું પરિણામ મળે છે. સીમાં સમાન શ્લોકોના 75% અને વિશિષ્ટ શ્લોકોના 43%, બીમાં સમાન શ્લોકો 66% અને વિશિષ્ટ શ્લોકો 34% છે. બધી જગ્યાએ આ આંકડા ભલે એક સરખા ન હોય, એટલું તો સલામતીપૂર્વક કહી શકાય કે, એક વાચનાના શ્લોકોને મળતા શ્લોકો બીજી વાચનામાં