________________ રામાયણ પહેલો વિભાગ વાચનાઓ રામાયણનો પાઠ: સાંપ્રત સમયમાં જેટલી જાણ છે તે પ્રમાણે રામાયણનો પાઠ પણ ત્રણ સંસ્કરણોમાં સચવાયેલો છે. 1. ભારતમાં જે અનેક વાર પ્રકાશિત થયું છે (અનેકમાં 1859 અને 1888 એમ બે વાર મુંબઈથી) તે અતિ પ્રચલિત સંસ્કરણને પ્લેગલે ‘ઉત્તરીય સંસ્કરણ તરીકે ઓળખાવ્યું છે. અને જે ટીકાકારોનું સંસ્કરણ છે. તે દક્ષિણ ભારતમાં ઉપયોગમાં હોવાથી અને તેમાં પ્રથમ ટીકાકાર કતક પણ એ જ પ્રદેશના હતા, અને એટલે આ સંસ્કરણનું ‘ઉત્તરીય એવું નામકરણ બંધ બેસતું નથી. તે જ રીતે બીજું નામાભિધાન ટીકાકારોનું સંસ્કરણ) પણ ગેરમાર્ગે દોરનારું છે. કારણ કે બંગાળી સંસ્કરણને પણ ટીકાકારો તો મળ્યા જ છે. આ સંસ્કરણને આપણે “સી” તરીકે (ટીકાકારોની commentator વાચના) ઓળખીશું. અમારા સર્વ સંદર્ભે બોમ્બેની બીજી આવૃત્તિ (બોમ્બે, નિર્ણય સાગર પ્રેસ 1887) પ્રમાણે છે. 2. ગોરેસિઓની આવૃત્તિમાં આપણને મળતી બંગાળી વાચનાને આપણે “બી” સંજ્ઞા આપીએ છીએ. 3. ત્રીજી વાચનાને ગીલેમીસ્ટરે નિશ્ચિત કરેલ અને, જેને તેમણે “પશ્ચિમી' એવી સંજ્ઞા આપેલી. આપણે એને “એ” સંજ્ઞા આપી છે. આ વાચના બોનની (માલ્કોમીઆનસ હસ્તપ્રતસંગ્રહ) હસ્તપ્રત દ્વારા મારી જાણમાં