________________ પ્રાસ્તાવિકમ અનાદિઅનંત આ સંસારમાં રખડતા જીવોને પાંચમા આરામાં સાચા આધારભૂત જો કોઈ પણ હોય તો તે માત્રને માત્રજિનબિંબ અને જિનાગમછે. પૂર્વાચાર્યભગવંતોએ પણ આ વાતને વારંવારદોહરાવી આની ઉપાદેયતા પર અત્યંત ભારમુક્યો છે. તેમ છતા જેટલી લોકપ્રિયતાશ્રી જિનેશ્વરપરમાત્માના બિંબને મળી છે. તેવી અત્યધિક લોકપ્રિયતા તેમના સ્વમુખે ઉચ્ચરિત વાણી સમાન જિનાગમને નથી મળી તે વાત સર્વવિદિત છે. સાધકોની સાધનાનોક્રમપણ આમાં કારણ છે. અનેજિનાગમ પ્રત્યભક્તિપ્રગટાવવા માટે જોઈતીયોગ્યતાનો અભાવપણ આમાં કારણ છે. તેવા ઘણા કારણો આવિષયમાં વિચારી શકાય છે. તેમ છતાં આગમો-પરમાત્માનીવાણી સમજવાબેસનારસાધકને જેટલો આનંદ દ્રવ્યાનુયોગ-ગણિતાનુયોગ-ચરણકરણાનુયોગનાવિષયોસાંભળતાનથી થતોતેટલો અને સર્વાધિક આનંદમુખ્યતયાચરિતાનુયોગનાગ્રન્થો-વિષયોને સાંભળતા સમજતા વાંચતા થાય છે અને તેથી જ આજે મોટાભાગના જિનવાણીના રસિકજીવોને જેટલી વાતદષ્ટાંત દ્વારા સારી રીતે સમજાવી શકાય છે. તેટલી અન્ય રીતે નથી સમજાવી શકાતી. આજ વાતને પુષ્ટ કરતા સમ્મતિતર્ક પ્રકરણમાં પણ દ્રષ્ટાંત એ સરળતાથી બોધનું કારણ બને છે તેમ જણાવ્યું છે. માટે જ જૈનશાસનના અગણિત ગ્રંથોમાં આજે પણ વિપુલ સાહિત્ય ચરિતાનુયોગ સંબંધી મળે છે. તે ચરિતાનુયોગના ગ્રંથોની પણ જે વિશિષ્ટતા વિવિધતા - ઉત્તમતા - સર્વજનગાહીતા છે તેમ જ લોકો આજે પણ તેનું અવગાહન આપણી પાસે છે. તે આપણું ગૌરવ છે. તે કથા સાહિત્યમાં નળ-દમયંતિ વગેરે કથાની જેમજ સુપ્રસિદ્ધ બનેલી જો કોઈ કથા હોય તો તે જંબુકમાર ની કથા છે. સાહિત્યકારોએ દરેક રસોનો આમાં ભંડાર ભર્યો છે. તો તેની સાથે દરેક રસોનો ઉપસંહાર શાંત રસમાં કરી બતાવ્યો છે. આ બૂકુમારની મૂળકથા તેની અવાંતર કથાઓ સાથે જ એટલી રોચક છે કે તેને વારંવાર વાગોળ્યા વિના રહેવાય તેમ નથી. આ કથાની શરૂઆત પણ વૈરાગ્યથી થાય છે અને અંત પણ વૈરાગ્યથી થાય છે. આ કથામાં નાનામાં નાનું દ્રષ્ટાંત પણ વૈરાગ્યરસથી આત્માને રસ તરબોળ કરી દે છે. પછી તે નાગિલાનો ઉપદેશ હોય કે, શિવકુમારની ભાવનાઓ હોય, જંબૂકમારનો પત્નિ અને પ્રભવકુમાર સાથેનો વાર્તાલાપ હોય છે, તે બધાની દીક્ષાનું રોચક વર્ણન હોય સર્વત્ર વૈરાગ્ય જ વૈરાગ્ય. માટે આ કથાને બીજી રીતે ઓળખવી હોય તો તેના માટે વૈરાગ્યનો મહાસાગર એવું નામ આપી શકાય. પ્રાકૃત અને એક છે સંસ્કૃત, પ્રાકૃત ચરિત્ર પયગ્નો અઝયણ, ચરિયા વગેરે નામે ઓળખાય