SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ 42 ભારતીય દર્શનોમાં પરિણામવાદ અવિદ્યાને દૂર કરવાથી દ્વાદશનિદાનની શૃંખલા નષ્ટ થતાં દુઃખ-નિરોધ થશે એ તૃતીય આર્યસત્ય છે અને તેના ઉપાય માટે અષ્ટાંગ માર્ગનું પાલન કરવું તે ચતુર્થ આર્યસત્ય છે. ભગવાન બુદ્ધના ઉપદેશના મૂળમાં આ પ્રમાણે ચાર ભાવો રહ્યા છે. સર્વ ક્ષણિક ક્ષણિક છે, દુઃખ દુઃખ છે. સ્વલક્ષણ સ્વલક્ષણ છે અને શૂન્ય શૂન્ય છે. આ ચાર ભાવોના અનુસંધાને પછી બૌદ્ધમતમાં ચાર દર્શનો અસ્તિત્વમાં આવ્યા. વૈભાષિક, મૈત્રાન્તિક, યોગાચાર અને માધ્યમિક અથવા શૂન્યવાદ. વૈભાષિકો બાહ્યાથનો પ્રત્યક્ષથી સ્વીકાર કરે છે. એમને તેથી સર્વાસ્તિતવાદી પણ કહેવામાં આવે છે. સૌત્રાન્તિકો પણ બાહ્ય પદાર્થોનો સ્વીકાર કરે છે. પરંતુ તેઓ તેમને પ્રત્યક્ષગમ્ય માનતા નથી, પણ અનુમેય માને છે. વિજ્ઞાનવાદીઓ બાહ્યાર્થોનો પ્રત્યક્ષ કે અનુમાનથી પણ સ્વીકાર કરતા નથી. તેમના મત પ્રમાણે જ્ઞાન (ચિત્ત) જ વિષયાકારરૂપે બાહ્યર્થ તરીકે ભાસે છે અને માધ્યમિક દર્શન તે માત્ર બાહ્યર્થ જ નહીં પણ સત્, અસત્ ઉભય અને અનુભય એ ચારેય કોટિનો પણ સ્વીકાર કરતું નથી. કોઈ મત, સિદ્ધાંત, પદ્ધતિ કે તાત્ત્વિક ચર્ચા - એ તમામમાંથી સંપૂર્ણ મુક્તિ - એ શૂન્યતા જ અહીં પ્રતિષ્ઠિત કરી છે. આવી શૂન્યતા પ્રજ્ઞાપારમિતા છે. તે અનિર્વચનીય હોઈ શબ્દોથી સમજાવી શકાતી નથી. આ ચારેય દર્શનધારાઓના આચાર્યોએ પોતાના સિદ્ધાંતોને સિદ્ધ કરવા તકનિષ્ઠ દલીલો આપી છે. પરસ્પરથી અમુક બાબતોમાં જુદા પડતા હોવા છતાં બુદ્ધના મૂળ ઉપદેશ એવા ક્ષણિકવાદનો તથા પ્રતીત્યસમુત્પાદનો તો સર્વને સ્વીકાર છે જ. શુન્યવાદમાં તો નામરૂપ જગતનું મિથ્યાત્વ પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે, તો પણ આ મતના મુખ્ય પ્રતિપાદક નાગાર્જુન સત્યના પારમાર્થિક સત્ય અને સંવૃત્તિ સત્ય એમ બે પ્રકાર દર્શાવી સંવૃત્તિ સત્ય એટલે વ્યવહારમૂલક સત્યને સ્વીકારી તેમાં પ્રતીત્યસમુત્પાદનો સમાવેશ કરે જ છે. આ રીતે બૌદ્ધ પંથ અને દર્શનોમાં ક્ષણિકવાદનો સ્વીકાર પાયામાં રહેલો છે. પદાર્થો (ધર્મો) બાહ્ય હોય કે આંતર - એ બન્ને ક્ષણિક છે અને સમાનાકાર સંતતિ દ્વારા તેમનો અનુભવ થાય છે. એમના ઉત્પત્તિ-નાશ-નૂતન ઉત્પત્તિના સંતાન દ્વારા આ વિચિત્ર જગત શક્ય બને છે. તે ભલે એક સ્થિર પદાર્થરૂપે ન હોય પણ વાસ્તવિક સંઘાતરૂપે તો છે જ. Takaksus લખે છે - Buddhism assumes no substance, no abiding individual self, no soul, no creator, no root principle of the Universe. But this, by no means implies that all beings and things do not exist. They do not exist with a substratum or a permenent essence in them
SR No.032748
Book TitleBharatiya Darshanoma Parinamvad
Original Sutra AuthorN/A
AuthorVasant Parikh
PublisherL D Indology Ahmedabad
Publication Year2012
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy