________________ ભાષાને આધાર માને છે, તે ખરેખર તે સંતતિ અને વર્ષ થવા માટેનું પ્રતી કાત્મક વિધિ છે, નહીં કે કોઈ હાસ્યાસ્પદ ઘટના. (આ માટે જુઓ એસ. એ. ડાંગકૃત “સેકસ્યુઅલ સિમ્બલિઝમ ફોમ ધ વેદિક રિયુઅલ). આથી હાસ્ય રસના આલમ્બન તરીકે મને વૈદિક વિધિ પર વિશ્વાસ બેસતો નથી. પશ્ચિમના વિદ્વાને ભારતીય પરંપરા અને ધર્મભાવનાથી અજાણ હોઈને ધાર્મિક વિધિવિધાનની ગંભીર પ્રકૃતિ તેમના ધ્યાનમાં ન આવે, પણ આપણું વિદ્વાને લાંબે -સમય આ બાબત પ્રત્યે આંખ મીંચી નહીં રાખે એવી મને આશા હતી. વળી બીજી વાત એ પણ હતી, કે સંસ્કૃત નાટકમાં નાયક તરીકે રહેલા રાજાના સખા તરીકે રહેલા વિદૂષકનું મૂળ માને કે વિધિવિધાનને આધારે આપણે સમજાવી શકીએ પણ ભરતે જે બીજા ત્રણ પ્રકારના વિદૂષક કહ્યા છે– દૈવી નાયકને સાથી “લિંગી', રાજમંત્રી નાયકને સાથી “રાજજીવી” અને બ્રાહ્મણ ગુરુ નાયકને સાથી શિષ્ય”—એમનાં મૂળનું શું ? મહાવ્રતના બ્રાહ્મણને તેમનાં મૂળ તરીકે કઈ રીતે ઘટાડી શકાશે ? આ કારણે મારો મત બદલવાનું કશું પ્રતીતિકર કારણ મને દેખાતું નથી. કેટલાક ટીકાકારોનું કહેવું એમ છે કે મેં વર્ણવેલા વિદૂષકના રંગઢંગ ભરતાનુસાર નથી. ભરત પ્રમાણે વિદૂષક ટાલિયે હેય, અથવા તેને માથે કાકપદ હેય, તેને રતૂમડી આંખે હેય, બહાર ધસી આવતાં દાંત હય, તે ઠીંગુજી કે ખંધિયા હોય, તેનું મોટું કઢંગું હાય વગેરે. આ ટીકાકારો ભૂલી જાય છે કે ભરતે આ રીતે કેઈ અફર નિયમો નથી આપ્યા, પણ રંગમંચ ઉપર રજૂ કરવા માટે વિદૂષકની પાત્રસજજા પરત્વે કેટલુંક માર્ગદર્શન જ આપેલું છે. વિદૂષકને. પાઠ ભજવવા આવા દેખાવવાળા કોઈ માણસની શોધમાં નાટય-પ્રયાજકે નીકળી પડતા હશે તેવું કાઈ ન જ માને. આમાં ખ્યાલ એટલો જ છે કે એ પાત્ર ભજવનાર વિકૃત અંગોપાંગવાળો હોવો જોઈએ, જેથી પ્રેક્ષકોને હાસ્યરસ પીરસી શકાય. સંસ્કૃત નાટયકારો ભરતે આપેલા સામાન્ય માર્ગદર્શનને સ્વીકારીને કેટલાંક લક્ષણે પિતાની પસંદગીના ઉમેરે છે. જેમ કે કાલિદાસ પિતાના વિદૂષકને વાનરમુખ બનાવે છે શુકના મૈત્રેયનું મસ્તક ઊંટના ઘૂંટણ સમું અને તેના ઉપર પાછું કાકપદ હેાય છે. વાસ્તવિક દેખાવ અને રંગમંચ પરનો ચહેરોમહેરો એ બે જુદી વસ્તુઓ છે, એ બે વચ્ચે ગોટાળે કરવાની જરૂર નથી. સંસ્કૃત નાટક એટલે માત્ર નાટયશાસ્ત્રના અને નાટકકૃતિઓના શબ્દનું જ અધ્યયન નહીં, વિશિષે તે એ પ્રોગપ્રક્રિયા અને રંગમંચીય પ્રણાલીઓનું અધ્યયન છે