________________ સંબંધ નથી; કારણ કે કોઈ પણ પાત્રને રંગમંચ પર હાસ્યાસ્પદ રૂપમાં રજૂ કરી શકાય. અંગ્રેજી રંગમંચના એક વિદ્વાને “કલાઉન” કે “ફૂલના હાસ્યરસિક પાત્રનું મૂળ સંતાનને હાસ્યાસ્પદ રૂપમાં રજૂ કરવાની નાટપ્રણાલીમાં જોયું છે.. હું જાતઅનુભવથી કહી શકું છું કે નાટકની ભજવણુની આ પ્રણાલી જુના પરંપરાગત મરાઠી તખતા પર પણ ચાલુ રહી છે, ત્યાં આસુરી પાત્રો હંમેશાં તેમની ઠેકડી ઉડાવીને ભજવાય છે, અને તેથી પ્રેક્ષકોને હાસ્યરસ પૂરો પડે છે. ભારતની બીજી ભાષાઓની રંગભૂમિમાં આ જ રીતે હેય. આવી પ્રણાલીના પુરાવા ઉપરાંત, દુષ્ટ પાત્રોને હાસ્યાસ્પદ રૂપે નાટય-- પ્રયાગમાં રજૂ કરવાનું એક મને વૈજ્ઞાનિક કારણ પણ છે. માણસનું મન દુરિતથી કે ભયથી બચવા તેને દૂર રાખે છે, તેનાથી ભાગે છે તેની સામે પ્રબળ મંત્રપ્રયોગ કરે છે, અથવા તો વિપરીત વલણ દાખવી તેને હળવાશથી લે છે–એટલે કે તેને હસી કાઢે છે કે તેની હાંસી ઉડાવે છે. આ છેલ્લું વલણ એક ઓઢી લીધે બુરખે છે, પણ મનુષ્યનું મન ભયનું નિવારણ કરવા તે ધારણ કરે છે. દુષ્ટ, અને દુરિતની પ્રત્યે હાસ્યરસિક વલણ ધરાવવા પાછળ માનવમનની આ લાક્ષણિકતા કામ કરતી હોય છે. હકીકતે તે કઈ સામાજિક વ્યક્તિને ભોગે રમૂજ પીરસવી કે મેજ ખાતર કેઈની ઠેળઠઠ્ઠા કરવી એ માણસની સહજવૃત્તિ છે. એ રીતે, વિદૂષકનું મૂળ શેધવા માટે બહુ ઊંડા ઉતરવાની કશી જરૂર નથી. માનવની મૂળભૂત, સહજ હાંસી મજાકની વૃત્તિનું વિદૂષક પ્રતીક છે. પણ જે વિદૂષકને માટે કઈ સ્વરૂપનિષ્ઠ મૂળ શોધવું જરૂરી હોય તો હું તે રંગમંચની અસુરના પાત્રને હાસ્યાસ્પદ રૂપમાં રજૂ કરવાની પ્રાચીન પ્રણાલીમાં શોધું. કીથ અને તેને અનુસરનાર કર્મકાંડના વિધિવિધાનમાં તેનું મૂળ હેવાની જે કલ્પના કરે છે તે કરતાં હુ આને વધુ યોગ્ય માનું. કર્મકાંડની વિધિઓની કેટલીક વિગતે અને બ્રાહ્મણ વિદૂષકનાં કેટલાંક લક્ષણો વચ્ચે કેટલુંક સામ્ય હોઈ શકે, અને મારા ટીકાકારોએ બતાવ્યું છે તેમ કેટલુંક વધુ સામ્ય પણ શોધી કાઢી શકાય. વિષકનું મૂળ આ કર્મકાંડનાં વિધિ-વિધાનમાં જવાના મત સામે મારો મૂળભૂત વિરોધ એ છે કે ભારતમાં પ્રત્યેક ધાર્મિક વિધિ પૂરી ગંભીરતાથી કરવામાં આવે છે, અને તેમાં કશુંક હાસ્યાસ્પદ તત્વ હોય ત્યારે પણ વિધિ કરનાર અને જેનાર કદી પણ તેને રમૂજમજાક લેખે લેવાની કલ્પના પણ ન કરે. ધર્મવિધિમાં હંમેશાં કશેક ઊંડો અર્થ રહેલું હોવાની આસ્થા હોય છે, ભલે પછી તે સામાન્ય માણસની સમજની બહાર હોય. મહાવ્રત-વિધિમાંના બ્રહ્મચારી અને પુંચલી વચ્ચેના જે સંવાદને અને ગાળાની આપલેને કીથ સંસ્કૃત નાટકમાંની વિદૂષકની પ્રાકૃત અને હાસ્યાસ્પદ