________________ બુદ્ધિમત્તા હેવી જોઈએ, અને શિક્ષણ તથા સંસ્કાર સિવાય બુદ્ધિ કુશાગ્ર થઈ શકે નહીં. એ દષ્ટિએ વિદૂષક મૂર્ખ હેવાને ડોળ કરે તે પણ વાસ્તવિક રીતે તે બુદ્ધિમાન અને સંસ્કારી હોય છે, તેમ જ જગતના તેના અવલોકનમાં એક વ્યાપક દષ્ટિ હોય છે. આ બધા ગુણો ન હોય તે વિદૂષક પિતાની ભૂમિકા કરી શકે જ નહીં. અને તત્કાલીન સામાજિક પરિસ્થિતિ જોતાં આપણને એમ જણાય છે કે સાધારણ રીતે શિક્ષણ તથા સંસ્કારો ઊંચી જાતવાળાઓને જેટલી સુલભતાથી મળતાં તેટલાં બીજાઓને મળતાં નહીં. તેથી વિદૂષક જેવી વિનોદી અને પરિહાસમાં કુશાગ્ર વ્યક્તિ ઉચ્ચવર્ષીય હોય તે તેમાં આશ્ચર્ય નથી. આમ, વિદૂષકના ઉચ્ચવર્ણવત્વને એટલે કે તેના બ્રાહ્મણત્વને–એક પ્રકારની સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિ છે એમ આપણે કહી શકીએ. (6) બીજાની મશ્કરી કરનાર પિતાની જાતને તેમાંથી બાતલ ન કરે એવી એક કલાત્મક અપેક્ષા હોય છે. વિદૂષક જે બધાને ઉપહાસ કરે તે તેને પણ ઉપહાસ નાટકમાં થએલે બતાવો જરૂરી છે, અને વિદૂષકની મશ્કરી બતાવવી હોય તે, સામાન્ય પ્રશ્ન એ ઉદ્ભવે છે કે નાટકમાંનું પાત્ર કેની મશ્કરી કરી શકે? હલકી જાતના લેકેની મશ્કરી કરવામાં કાંઈ જ મજા નહીં, કારણ કે તેમની મશ્કરી તે ગમે તે કરી શકે, અને આવી મશ્કરીને પ્રતિકાર કરવાનું સામાજિક બળ તે બાપડાઓ પાસે ક્યાંથી હોય? એનાથી ઊલટું સામાજિક જીવનમાં મોટાઓની મશ્કરી કરવી અશક્યવત હોય છે, અને તેથી આવાં ઉચપદસ્થ માણસોને પરિહાસ કરવો એ એક કલાનું અંગ બને છે. આવા પરિહાસમાં વાસ્તવમાં જે વિડંબન શક્ય ન હોય તે કલા દ્વારા શક્ય બને છે. વિદૂષક દ્વારા સર્વોચ્ચ બ્રાહ્મણ જાતની મશ્કરી કરવામાં પણ આ જ હેતુ સમાએલે છે. એકંદર, વિદૂષકની જાત બતાવવામાં કઈ પણ પ્રકારને કેવળ ગાનુયોગ અથવા તે અજાણતાં ગમે તે રીતે રૂઢ થયેલ સાહિત્યિક રૂઢિ કારણભૂત નથી. નાટ્યદર્શનમાંનું સામૂહિક, અથવા સામાજિક સ્વરૂપ, તત્કાલીન સામાજિક જીવનની રૂઢિઓ, સાહિત્યમાં તેમને વાપરવાની આવશ્યકતા, કલાના નિયમો, લેકમાનસની અપેક્ષાઓ-બધાંની અસર વિદૂષકના પાત્ર ઉપર થઈ હેવી જોઈએ. બધા જ વિદૂષકે બ્રાહ્મણ હોવા જોઈએ એવું નથી. નહીં તે નાયકને અનુરૂપ વિદૂષક હોવા વિશેનું, અથવા તે તેના વિવિધ પ્રકારે બતાવતું વિધાન કરવાની ભરતને કેઈ આવશ્યક્તા ન હતા. પરંતુ નાટકને નાયક જ્યારે રાજા અથવા અન્ય ઉરચવર્ષીય હોય, ત્યારે તેના બેભાને શોભે એવો મિત્ર બતાવો એ