________________ ક્રાંતિવીર મહાવીર ર૪૩ આગળ આવે અને પ્રભુ માત્ર એક દ્રષ્ટિ નાખી પાછા ફરે. હાથમાં આહાર પાત્ર લઈ ઉભેલ ગૃહસ્થની પાત્રતામાં માત્ર નિરાશા ! આમ રોજ બનવા માંડયું. જેનાં આંગણુથી પ્રભુ પાછા ફરે. તે નિરાશ થઈ પિતાનાં દુર્ભાગ્યની કહાની બીજા બે-ચાર ન કરે. દિવસો પર દિવસો વીતવા માંડયા. અરે ! મહિનાઓ પસાર થવા માંડયા! યેગી અને વિનાનાં છે. આખી યે નગરીમાં હાહાકાર મચે છે. શું માગે છે એગી? શાની કામના છે તેમને ! મૌન યોગી કંઈ બેલતા નથી. જેવી પ્રસન્ન મુદ્રા સાથે આવ્યા હોય એવી જ પ્રસન્નતા સાથે પાછા ફરે છે. મહિનાઓ વિત્યા પણ ભેગીનાં મુખ પર ખેદની એક રેખા નથી. ! નગરજને વધુ વ્યાકુળ છે કેઈ સમજી શક્તા નથી શું છે? સહનાં અંતરમાં માત્ર એક પ્રશ્ન છે કે અમે શું કરીએ તે વર્ધમાન પ્રભુ આહાર લે ! પણ કોઈને સૂઝતું નથી ! એક દિવસે કૌશામ્બીનાં રાજા શતાનીકનાં મહેલના આંગણમાં પ્રભુ પધાર્યા. રાણું મૃગાવતી મહાવીરના માસી. પ્રભુને જોઈ અંતઃકરણમાં આનંદના ઓઘ ઉછળવા માંડયા. અહા ! કેટલી ભાગ્યશાળી છું કે આજે વર્ધમાન સ્વામી, ભાવિ તીર્થકર મારા આંગણે પધાર્યા, અને તે સ્વયં રસોઈઘરમાં જઈ સાત્વિક આહાર લઈ બહાર આવી; પ્રભુએ તે અન્ન પર દૃષ્ટિ પણ ન કરી અને પાછા ફરી ગયા ! બસ, મૃગાવતી પર વાઘાત થયે. એ બેભાન થઈને ઢળી પડી! આસપાસ રહેલા દાસ-દાસીઓ ભેગા થઈ ગયા. ઉપચારથી રાહુને સચેત કર્યા. રાણીની આંખમાંથી ચાધાર આંસુ વહેવા માંડયા ! અહા પ્રલે! અપરાધ થયે મારો ! ક્યાં ખામી રહી ગઈ? મારા કેવા ભીષણ પાપ કે આંગણે આવેલા પ્રભુ પાછા ફર્યા. તેના હૃદયને કલ્પાંત ક્યાંય સમાતો નથી. ત્યાં તે મહારાજા મહેલમાં પધાર્યા અને રાણી રાજા પર રોષ ઠાલવવા માંડી : રાજા છે તમે આ નગરીનાં? શું કરે છે? તમારી નગરીમાં મારે વર્ધમાન, મુનિ બનીને ઘરે-ઘરે ભિક્ષા અર્થે ઘૂમી રહ્યો છે. અને એક દાણો આજે પાંચ-પાંચ મહિનાથી પ્રભુનાં પાત્રમાં નથી પડે! તેને વિચાર છે તમને! ધિક્કાર છે તમારા રાજ્યને !"