________________ 242 હું આત્મા છું થવાનું સૌભાગ્ય ન પામી શકે. આ બધી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી એ સમયે બ્રાહ્મણ કુળને નીચ કુળ કહ્યું. પ્રભુએ દીક્ષા લીધા પછી એ જ બ્રાહ્મણ કુળ સામે જેહાદ જગાડી. હિંસાનું તાંડવ નૃત્ય જ્યાં થઈ રહ્યું હતું તેની સામે અહિંસાને ઝડે લઇ મેદાને પડયાં. યજ્ઞો અને બલિદાને બંધ કરાવ્યા. આધ્યાત્મિક દષ્ટિકોણથી આત્મ-સાધનાની વેદી પર પિતાની જ દુવૃત્તિનાં બલિદાન રૂપ ય સમજાવ્યા. અહિંસા પરમો ધર્મ રૂપ મહામંત્ર જગતને આખે. વળી શુદ્ર અને નારી, ધર્મનાં અધિકારથી વંચિત હતાં. અરે શુદ્રો તે અસ્પૃશ્ય ગણતાં. પ્રભુએ એ બતાવ્યું કે ધર્મને અધિકાર સહુને સરખે છે. અને તેઓએ પિતાનાં ધર્મ સંઘમાં શુદ્ર જાતિનાં લેકેને તથા નારીને દીક્ષા આપી. સહુનાં સમાન અધિકારને સ્થા. પ્રભુ મહાવીરનાં જીવનને બીજો એક બહું પ્રસિદ્ધ પ્રસંગ છે આપણે સહુ જાણીએ છીએ પણ તેના હાર્દથી અજ્ઞાત છીએ. પ્રભુ કૌશમ્મી નગરીમાં પધાર્યા છે. આહાર લેવા માટે અભિગ્રહ ધારણ કર્યો છે, દાસી બનેલી રાજપુત્રી યાતના વેઠતી હોય. યાતનાના ચિહ્નરૂપ હાથે પગે બેડી, માથે મુંડી, ભેંયરામાં બંધ, ત્રણ દિવસની ભૂખી, સૂપડામાં અડદના બાકુળા, આંખમાં આંસુ આદિ-આદિ તેર બોલને અભિગ્રહ છે પ્રભુને ! શું પ્રભુ કઈ રાજરાણ, શ્રેષ્ઠી પત્ની, કેઈ શેઠ-શ્રીમંતનાં ઘરને અભિગ્રહ ને'તા કરી શકતા? શા માટે આ અભિગ્રહ કર્યો ? પ્રભુનાં ચરણનાં ઉપાસકો આ નગરીમાં ઘણાં હતાં. જ્યાં જાય ત્યાંથી અત્યંત ભાવપૂર્વક આહાર મળે તેમ હતું. છતાં આવી તુચ્છ ચીજ અને તિરસ્કૃત વ્યક્તિને અભિગ્રહ કરવા પાછળ જરૂર કંઈક રહસ્ય છુપાયેલું હશે ! પ્રભુ રોજ આહાર માટે ઘરે-ઘરે પધારે છે. આજે આ શેરીમાં તે કાલે પેલી શેરીમાં! ધનવાનને ત્યાં જાય છે તે નિર્ધનને ત્યાં પણ જાય છે. પણ બધેથી જ ગૌચરી લીધા વિના પાછા ફરે છે. જેનાં આંગણમાં પ્રભુ પધારે તે આનંદ-વિભેર થઈ ભાવપૂર્વક પ્રભુને આહારદાન કરવા