________________ 214 હું આત્મા છું ત્રણ જ્ઞાન છે. સમ્યગદર્શન છે. અમાપ યોગ્યતા લઈ શીશુરૂપે જે રમી રહ્યાં છે. તેની રમત કેવી હશે? બાળ સુલભ ચેષ્ટા કેવી હશે. જે સમયે માતાએ રમવા માટે રમકડા આપ્યા હશે. પછી એ ચાંદીના હોય કે સેનાનાં ! રમકડું હાથમાં આવતાં જ એ શીશુએ વિચાર્યું હશે કે આ જડ પદાર્થ. સમયે-સમયે પલટતી પર્યાયનાં કારણે જીર્ણ થતી તેની અવસ્થા અને હું અખંડ અનંત જ્ઞાનમય ચૈતન્ય! આ જડ રમકડું મને શું આનંદ આપી શકે? આનાથી હું કેવી રીતે રમું? આવી વિચારધારા વર્ધમાનનાં ચિત્તમાં વહી રહી હશે. અવધિજ્ઞાનવડે રૂપી પદાર્થોનાં ભૂત-ભવિષ્યને પણ જાણતાં હોય તેની વર્તમાન પર્યાય એને કયાંથી રીઝવી શકે? તે છતાં માતા નારાજ ન થાય એ માટે શીશુસહજ કીડા પણ કરી હશે. કયારેક મને વિચાર આવે છે કે આ કાળમાં પણ કેઈ બાળક કંઈક વિશિષ્ટ શકિત લઈને જનમ્યું હોય તે મા-બાપ ગૌરવ અનુભવતા હેય. તેને જાણનારા અને માનનારા તેનું સાનિધ્ય માણવા ઉત્સુક હોય તે વર્ષમાન જ્યારે બાળક હશે, કુમાર હશે, તેમની અદ્દભૂત પ્રતિભા, અલૌકિક તેજ જઈને તેમની સમજણ અને જ્ઞાનભરી વાત સાંભળીને, માતા-પિતા-સ્નેહી, અન્ય નગરજને તેને પિતાની સાથે રાખવા કેવા ઉત્સુક હશે? કે હશે એ વર્ધમાનને બાલ્યકાળ? ખરેખર! અદ્ભૂત અદ્દભૂત હશે ત્યારના સમય. મહાભાગ્યશાળી હશે એ નગરનાં માનવે કે જેણે વર્ધન માન સાથે ક્રીડા કરી હશે. તેની કીડા નીહાળી હશે અને વર્ધમાન કુમાર પણ સહુને પ્રસન્ન રાખવા માનવસહજ લીલા કરવા છતાં, પોતે પિતામાં કેવા મસ્ત રહ્યાં હશે? કોઈને ય રાજી રાખવા પોતાના આત્મભાવમાંથી ડગ્યા નહીં. આત્મસ્થિરતા એવી ને એવી જ, મહાવીર જેવી જ અડોલ રહી ! બંધુઓ! વિચારે બીજાને પ્રસન્ન કરવા શું શું કરે છે? જેમાંથી તમારે તમારે ભૌતિક સ્વાર્થ સાધવે છે ત્યાં કદાચ ચારિત્રનાં ધોરણે નીચે ઉતરવું પડે તે પણ તૈયાર! ખરું કે નહીં? મનમાં વિચારે છે આટલાથી શું થઈ જવાનું ? મારું કામ થઈ જાય છે ને ! પછી ચારિત્ર શું ને