________________ પ્રગટયો ભાણ 213 ત્રિલેકી નાથ ભગવાન મહાવીર સ્વામિ કી જય.. બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય.. ત્રિશલા નંદન પ્રભુ વીર કી જય ચરમ તીર્થંકર પ્રભુ મહાવીર કી જય.. જન્મ થયે અને ત્રણે લેકમાં પ્રકાશની એક રેખા વ્યાપ્ત થઈ ગઈ. અંધકારથી ભરપૂર એવાં નરકનાં સ્થાનમાં પણ પ્રકાશ વીજળીની જેમ ચમકી ગયો. ભયંકર દુખ યાતને ભેગવતાં નારકીનાં આત્મામાં એક ક્ષણ કારણ બને છે. માટે જ આ દિવસને જન્મ કલ્યાણક કહેવાય છે. જેમને જન્મ નારકી છે માટે પણ શાતાનું કારણ બને તે મૃત્યુલેકનાં જાગૃત માનવ માટે તે આત્મ ઉત્થાનનું કારણ બને છે. સુષુપ્ત પડેલા માનવને કણ તારી શકે ? તેથી જ નિત્ય નિરંતર જાગૃત રહેવાની જરૂર છે. કયારેક આત્માને આ પ્રકાશ સ્પશી જાય તે આત્માને રાહ સાંપડી જાય. મહાવીરને જન્મ થયે અને રાજા સિદ્ધાર્થે મહોત્સવની ઘોષણા કરાવી. ખૂબ ધામ-ધૂમથી પુત્ર જન્મ મહોત્સવ મનાવી રહ્યાં છે, વિચારે ! - કે હશે એ પ્રસંગ? તમારે ત્યાં પ્રસંગ હોય અને સાથે તમારી પાસે સંપત્તિ હોય તે લાખો લુંટાવે છે. રાજા સિદ્ધાર્થ પાસે ભરપૂર ભંડાર ભર્યા છે. વળી પુત્ર ગર્ભમાં આવ્યો ત્યારથી ચારે બાજુ ધન-ધાન્યની વૃદ્ધિ થઈ રહી છે. એટલું જ નહીં પિતા જાણે છે કે જન્મ લેનાર બાળક મહાન શક્તિને સ્વામિ છે. આ કાળને અંતિમ તીર્થકર છે. તે એ પિતાનાં અંતરમાં કેટલે ઉલ્લાસ હશે? તેમનાં અંતઃકરણમાં એક બાજુ પુત્ર પ્રત્યેનું વાત્સલ્ય ઉછળતું હશે તે બીજી બાજુ ત્રિલેકીનાથ પ્રતિ ભક્તિની અપૂર્વ ભાવધારા ઉલ્લસિત હશે. વાત્સલ્ય અને અનુપમ ભકિતનું સાકાર સંમિશ્રણ કેવું અલૌકિક હશે? તેઓએ સગા-સ્નેહી સંબંધીઓને તે બેલાવ્યા પણ યાચકને દાન દઈ ખૂબ સંતોષ્યા. લાખે નહીં કરડે સેનૈયા લુંટાવ્યા અને યથાસમયે “વર્ધમાન” નામથી નવાજ્યા. શીથ વર્ધમાન મોટા થઈ રહ્યાં છે. સમય પસાર થઈ રહ્યો છે.