________________ 166 મરિચિનું અહીં વધુ પતન થયું-પ્રથમ ચારિત્રથી પતિત થયાં હતાં. હવે ભાવોથી, ભાવની નિર્મળતાથી પતિત થવા માંડ્યા પણ હજુ આત્મામાંથી સમ્યગદર્શનની જ્યોત બુઝાણું નથી, એ હજુ જાગૃત છે. શ્રદ્ધા ભાવમાં મરિચિ ઝૂલી રહ્યાં છે. અને કરી કમાણી ને ધૂળમાં મેળવનાર એક અધમ પળ આવી ચૂકી. મરિચિ બિમાર પડયો. શરીરમાં ભયંકર વ્યાધિ છે. કોઇનાં સહારાની જરૂર છે. પણ ચારિત્રથી ભ્રષ્ટ થયેલ મરિચિ, રાષભદેવની સાથે રહેતે હેવા છતાં ભગવાનનાં કેઈ સાધુ તેની સેવા કરતાં નથી. પતિતને પ્રોત્સાહન ન આપવાને જ ભાવ માત્ર તેમાં છે. દયા-કરૂણનાં ભાવથી સાધુઓનાં અંતર ભરપૂર હોવા છતાં, પતિત થયેલાંનાં ભાવનું અનુમોદન ન થવું જોઈએ એ કારણે કેઈ તેની વૈયાવચ્ચ કરતાં નથી. મરિચિને મને વેદના થાય છે. મારા જ પ્રતિબંધેલા અનેક સાધુએ આ સંઘમાં હોવા છતાં મારી સેવા ન કરે? હવે જે કઈ મારી પાસે પ્રતિબોધ પામશે તે તેને મારે જ શિષ્ય બનાવીશ. જેથી સેવા તે પામું. આ પછી ઘણાં છે તેની પાસે પ્રતિબંધ પામ્યા પણ અંદરની શ્રદ્ધા જાગૃત છે એટલે ફરી ભગવાનનાં ચરણમાં જ સહુને મેકલ્યા. પણ એક કપિલ નામને રાજકુમાર આવ્યું. મરિચિનાં જ્ઞાન અને વાણીથી ચરણમાં જઈ મહાવ્રતરૂપ સાધુધર્મને સ્વીકાર કરવા કહ્યું. પ્રભુની પાસે જ સાચે ધર્મ છે. એમ બતાવ્યું ત્યારે તર્કવાદી અને મહાબુદ્ધિમાન કપિલે “શું પ્રભુ પાસે ધર્મ છે અને તમારી પાસે નથી ?" મરિચિ મૂંઝા, પિતાનાં અહં પર કુઠારાઘાત થાય તે પ્રસંગ ઊભું થયું. કેમ કહે કે મારી પાસે ધર્મ નથી. અહં પિતાનું જેર પ્રગટ કરવા માંડયો. અહં જ જીવને મારનાર છે. ડૂબાડનાર છે. વ્યક્તિ પિતાની નબળાઈ બીજા પાસે પ્રગટ કરી શકતા નથી. અરે ! કેટલીક વાર એવું થાય કે તમે અમારી પાસે કંઈક પ્રશ્ન લઈને આવે. પૂછો. અમને બધું જ આવડતું હોય એવું તે ન જ હેય. ગમે તેટલું ભણ્યા પછી પણ અપૂર્ણ જ હોઈએ. જેથી બધાં જ સવાલનાં