________________ મુખથી જ્ઞાન કથે 109 પિષણમાં કયાંય પાછો પડતો ન હોય. એકાદ વાર પ્રવેગ કરી જે જોઈએ કે આવા શુષ્કજ્ઞાનીને ખાવા માટે હલકામાં હલકે નીરસ પદાર્થ આપ જોઈએ અને પછી તેના પરિણામે કે ભાવેને તપાસવા જોઈએ તે ખ્યાલ આવે કે તેને આત્મા નિરાગી બની શુદ્ધ થયું છે કે રાગદશાથી તરબોળ ભર્યો છે. બંધુઓ ! શામાં પાઠ આવે છે કે ધન્ના અણગાર અને તેના જેવા બીજા તપસ્વી મુનિઓ છઠ્ઠના પારણે છઠ્ઠ, અઠ્ઠમના પારણે અઠ્ઠમ અને તેથી પણ વધુ ઉગ્ર તપશ્ચર્યા કરતા અને પારણાના દિવસે માત્ર એક મુઠ્ઠી નીરસ ભેજન એક વાર લે. છતાં સમતા તે તેના તન-મનમાં લહેરાઈ રહી હોય. ઈદ્રિના કેઈ વિષય તેમને લેભાવી શતા ન હોય. આવા મહાપુરુષે ખરેખર આત્મ-દશાને પામ્યા હેય. બાકી ઈન્દ્રિયોના વિષયમાં ગળાડૂબ પડયું હોય અને વાતે શુદ્ધ આત્માની. સાંસારિક જીવનવ્યવહાર જરા ય સુધર્યો ન હોય. કાવા-દાવા કે પ્રપંચ જેમનાં તેમ જ ચાલતાં હોય. અરે ! એવું પણ જોવા મળે કે મેઢેથી નિશ્ચય નયની વાત કરતા હોય અને શ્રદ્ધા તે એવી જ ધરાવતા હોય કે ધર્મના ક્ષેત્રમાં, જ્ઞાનના ક્ષેત્રમાં, સત્સંગના ક્ષેત્રમાં, અન્ય મતને નીચે દેખાડવામાં આવી બધી વાતે કરાય. ત્યાં નિશ્ચય નયને આગળ કરાય. પણ આપણા ભૌતિક વ્યવહારના ક્ષેત્રમાં, ધંધાના ક્ષેત્રમાં, પરસ્પરના વ્યવહારમાં તો જેમ સહુ જીવતાં હોય તેમ જ જીવાય. ત્યાં જરાય આદું-પાછું ન ચાલે ! વ્યવહારમાં બીજાની જેમ એક-બીજાના સંબંધોમાં કયાંક પણ થોડું ઓછું પડે તો તરત દ્વેષ થતો હોય. એરતા–ધોખા કરતે હેય. અમુકના ઘરે પ્રસંગ હતું તે મને ન બેલા. મને આમંત્રણ ન આપ્યું. મારી કિંમત કરી નહીં. એટલું જ નહી ! એના દિકરાના લગ્નમાં હું રૂ. 500 ની ભેટ આપી આવ્યું હતું અને મારા ઘરે પ્રસંગ આવ્યું ત્યારે માત્ર રૂ. 100 ની જ વસ્તુ લઈ આવે ! આવા તે અનેક પ્રસંગે જીવનમાં આવે અને દરેક વખતે આવા રાગાદિના ભાવે કરતે જ હોય! તે આને જ્ઞાની કહે ? શાને સ્વાધ્યાય તે રેજ કરતો હોય ! કેટલાક ખાસ