________________ હું આત્મા છું આમ વિચારતે તે આગળ ડગ ભરે છે ત્યાં જ અચાનક એક સુવિચાર ઝબકી જાય છે. પિતાની પામરતાને ખ્યાલ આવે છે. જ્યાં ચૂક્યો તેનું ભાન થાય છે. એ પોતાની જાતને જગાડે છે. હે ભરત! તું ભાન ભૂલ્યો, આજે તારું નામ લખી તું કુલાય છે પણ તે જેમ આગળનું નામ ભૂંસી નાખ્યું તેમ તારા પછી આવનાર ચકવતિ તારું નામ નહીં ભૂસે ? ક્યાં સુધી આ નામ રહેશે? જે નાશ પામનાર છે તેના માટે તે આટલાં યુદ્ધ કર્યા? આટલાં લેહી વહેવડાવ્યાં ? અને પિતાનું મન જ પિતાને ડંખે છે. ત્યાંથી બહાર નીકળતાં પહેલાં જ આંખમાંથી આંસુ સરવા માંડે છે. અને એ આંસુઓ અંતરમાં પડેલા સંસાર ભાવને ધોઈ નાખી ત્યાં અનાસક્તિનાં બીજ વાવે છે. અને પછી આખુંયે જીવન અનાસક્ત ભાવે નિર્લેપ ભાવે જીવે છે. પરિણામે ગૃહસ્થાશ્રમી હોવા છતાં કેવળ ને વરે છે. બંધુઓ ! વિચારો—જીવમાં પડેલી પાત્રતા કેવી જાગી ગઈ! અને જે ભવમાં આટલાં યુદ્ધો ખેડયાં હતાં એ જ ભવમાં આ પાત્રતાએ મેક્ષ અપાવ્યો. જ્યારે આપણે આપણા જ આસકિત ભાવના કારણે મોક્ષ માર્ગને લોપી નાખ્યો છે અને ઊંધા માગે ચડી ગયા છીએ. અરે ! કેટલાક તો એવું સમજી બેઠા છે કે આ ભવમાં મેક્ષ નથી તે ધર્મ શા માટે કરે? જ્યારે, જે કાળે, જે ક્ષેત્રે, મોક્ષ મળવાની સંભાવના હશે ત્યારે ધર્મ કરીશું. પણ બંધુએ ! એવું ન વિચારો. પુરુષાર્થ કરે. કરેલે પુરુષાર્થ ક્યારેય પણ વ્યર્થ જતો નથી. આ ભવે નહીં તો ત્રીજે ભવે મોક્ષ થાય એ જમ્બર પુરૂષાર્થ કરી લે. અરે ! ત્રીજે નહીં તે 15 મે ભવે. અને 15 મે ભવે નહીં તે પછી પણ પુરુષાર્થ તે અત્યારથી કર જ રહ્યો. આપણું અંતરમાં એવી ભાવના જગાડીએ કે ભલે આ ભવે મારે મેક્ષ ન થાય પણ મોક્ષની નજીક પહોંચવાની પાત્રતા કેળવવા માટે જે કરવું જરુરી છે એ જેટલે પુરુષાર્થ માગે છે એ તે કરી લઉ. બસ-આવી ભાવના જાગૃત કરવાની જરૂર છે. જો જ્ઞાતિ જૈ વો પાવર હૈ જેને આત્માર્થ જગાવ છે, જેને આત્મદર્શન કરવું છે, તેના માટે