________________ વર્તમાન આ કાળ ! 17 સમ્યગ્દર્શનના બદલે અભિમાનનું પ્રદર્શન, સમ્યગ જ્ઞાનના બદલે મેહ અને સ્વાર્થનું ભાન તેમજ સમ્યગ્રચારિત્રના બદલે તૃષ્ણાની માયા જ્યાં હોય ત્યાં મોક્ષમાર્ગ કયાંથી સુઝે? જ્ઞાન શુષ્ક બને છે કિયા જડ પરિપાટી બને છે, પછી મોક્ષમાર્ગ કયાંથી દેખાય? જ્ઞાન, દર્શન ચારિત્ર ઉપર; મિથ્યાભિમાન, સંસાર દર્શન તેમજ ભેગ-વિલાસનાં જાળાં બાઝયાં છે અને તપ, જે આત્માને નિર્મળ કરે છે, તેમાં પણ ઘણીવાર કેટલો આડંબર થાય છે? આમ સમગ્ર પ્રકારે જોતાં મન, વાણું અને દેહ સાંસારિકતામાં જ તરબોળ છે. સાંસારિક્તાનાં પ્રચંડ તોફાન અંદરમાં ઉઠયા જ કરે છે. મેહમેલના કીચડથી આત્મા અવરાઈગે છે તેથી જ મેક્ષમાર્ગ સુઝતું નથી. આ માર્ગ જીવને કયારે સુઝે? કે જ્યારે તેના અંતકરણમાં સંસારવૃદ્ધિના ભાવોને સ્થાને સંસારને પરિમિત કરવાના ભાવે સ્થિર થાય. પછી ભલે એ ગૃહસ્થાશ્રમમાં હોય, પણ એના ભાવો એને માર્ગે ચડાવી દે. ભરત ચક્રવતિ છ ખંડને જીતી વિજયમાળ વરીને પાછા ફરી રહ્યા છે. વિજયને ગર્વ તન-મન પર સવાર થઈ ગયેલ છે. એ જ ગર્વિષ્ટ પગલે ઋષભકૂટ પર્વત પર આવે છે. ગ્રંથકારો કહે છે કે દરેક ચક્રવતિ વિજયી બનીને પ્રથમ આ સ્થાન પર આવે, ત્યાં રહેલી શિલા પર પોતાનું નામ પોતાના હાથે જ ટકે અને પછી જ પોતાની રાજધાનીમાં પ્રવેશ થાય. ભરત પણ આ સ્થાને આવ્યા. નામ લખવું છે. શિલા પર નજર પડે છે, ત્યાં તે એક અક્ષર લખવાની પણ જગ્યા નથી. વિચારે ચડે છે શું કરવું? તત્ક્ષણ ઉપાય મળી ગયે. ભૂતકાળના બધા જ ચક્રવતિઓનાં નામ લખાયેલાં હતાં તેમાં જે છેલ્લા ચકવતિનું નામ હતું તે ભૂસી નાંખી પિતાનું નામ કંડારી દીધું. ફરી ફરીને નામ નિહાળે છે અને ગર્વની માત્રા વધે છે. અહા ! યુગ-યુગ સુધી આ સુવર્ણ અક્ષરે કતરેલું નામ અહીં રહેશે, અને અનેક યુગ સુધી, લાંબા કાળ પર્યત જગ જાણતું રહેશે કે ભરત નામને સમર્થ ચક્રવતિ આ ભૂમિમાં થઈ ગયો. મારું નામ “વિવાદ-વિવા” અમર રહેશે.