________________ વર્તમાન આ કાળ ! છે, વૈભવ-વિલાસમાં રાચે છે આજથી લગભગ 90-100 વર્ષ જૂના ભારતની કલપના કરે. ત્યારે જમીનદારશાહી હતી. નાનાં-નાનાં રાજ્યો અને રાજા હતા. તેઓ પિતાના જ ધન-વૈભવ, વિલાસ અને શાનસત્તા માટે જ જીવન જીવતા હતા, તેમાં જેમને સમજદાર ગણીએ, તેઓ પણ મોક્ષમાર્ગને જાણવા છતાં એ તરફ જવા માગતા ન હતા. અને આજે 90 વર્ષ બાદ આપણે કયા કાળમાં ઊભા છીએ ? આ નવું વર્ષમાં માણસે પૃથ્વીના પેટાળે ફેડયાં, આકાશ-અવકાશનાં રહસ્ય શેઠાં અને સહુથી ભયંકર શોધ કરી અણુ-પરમાણુ બોમ્બની, શક્તિ વધવા સાથે પરસ્પરને વિશ્વાસ છે અને બબ્બે વિશ્વયુદ્ધો થયા પછી વિશ્વ વિનાશના ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા હેઠળ સતત ભયભીત થઈને માણસ જીવી રહ્યો છે. એમાં પણ આશ્ચર્ય છે કે શરીર સુખનાં, મનોરંજનનાં સાધને મેળવવા છતાં તેને શાંતિ-સંતોષ નથી. નયનરંજન માટે સિનેમા, ટી. વી. છે. ગરમીથી બચવા માટે કુલર એરકન્ડીશનર છે. ચાલવાની તસ્દી ન લેવી પડે માટે કરે છે. કબીરજી ના શબ્દોમાં- બે ગજ જમીનની જરૂરવાળા માણસ પાસે વિશાળ બંગલાઓ છે. પણ તેને સુખ છે? શાંતિ છે? નથી. વિચારે તે ખરા! વ્યક્તિ અને સમષ્ટિ બને દષ્ટિએ લોકો પાસે ઘણું હોવા છતાં, જે નથી તેના વિચારે સુખ નથી. શાંતિ નથી. પણ એ સુખ અને શાંતિ કયારે મળે? જ્યારે આત્માની પિછાણ કરીએ? ત્યારે, પોતાના સ્વરૂપને–નિજ સ્વરૂપને, આત્મ સ્વરૂપને ઓળખીએ ત્યારે. આત્માને ઓળખવાની શરૂઆત એટલે મોક્ષમાર્ગને પ્રારંભ. આ કાળમાં મોક્ષમાર્ગ શું છે? તેની સમજણ મોટા ભાગના લોકોને નથી. જાણે મેક્ષમાર્ગ ભૂંસાઈ ગયે હેય-લોપ થઈ ગયું હોય તેવું લાગે છે. પહેલાં તો એ સમજી લઈએ કે જ્ઞાનીઓએ મેક્ષ માર્ગ કોને કહ્યો છે? શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ૨૪મા અધ્યયનની બીજી ગાથામાં શ્રીપ્રભુએ ફરમાવ્યું છે કે नाण च दसणं चेव, चरित्तं च तवो तहा / एस मग्गुत्ति पन्नत्तो, जिणेहि वरद सिहि // 2 //